સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલથાય તે માટે મુખ્ય્મંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા નકકી કરેલ છે. જે અંતર્ગત જુલાઈ માસમાં તા.૨૫-૭-૨૦૧૮ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૬/૭/૨૦૧૮ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૦–૭–૨૦૧૮ ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાઓના મામલતદારશ્રીઓને પહોંચતા કરવા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સબંધિત ખાતા વિભાગોની સબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્યયમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધા અને અસ્પરષ્ટચ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યં ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્ય ક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓના સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેંકીગ અંગેના પ્રશ્નો કે ભુકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




