૧૫ પશુઓને કતલખાને લઈ ટેમ્પો માંડવી રોડ પર પકડાયો

0
10

એક ટેમ્પામાં ખીચોખીચ ૧૫ ઢોર ભર્યા હતા
સુરત, તા. ૮
માંડવી વિસ્તારમાંથી પસાર થતા એક ટેમ્પામાં કતલખાને લઈ જવાતા ૧૫ પશુઓને માંડવીછ પોલીસે મુકત કરાવી માલિક અને ક્લિનીરની ધરપકડ કરી હતી. જ્યારે કતલખાના માટે પશુઓ મંગાવનારા બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે રહેતા મુન્ના બકશુએ કતલખાના માટે ૧૪ નંગ નાના વાછરડા અને ગાય મળી કુલ્લે રૂ. ૧૫ પશુઓ મંગાવ્યા હતા. નવા નંબર વગરના સફેદ ટેમ્પામા઼ પાછળ ભાગે ખીચોખીચ અને દોરડા બાંધી અને પાણી-ઘાંચની વ્યવસ્થા કર્યા વિના ૧૫ પશુઓને આ ટેમ્પામાં લઈજવાતા હતા. માંડવી વિસ્તારથી પસાર થઈ રહેલા આ ટેમ્પાને રોકવામાં આવ્યો હતો. અને પોલીસે ૧૫ પશુઅોને મુકત કરાવી આબીદ હનીફ મુલતાની (માલિક) તથા ક્લિનરની ધરપકડ કરી હતી. જ્યારે અફઝલ ઐયુબ મુલતાની સહિત ત્રણ આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. માંડવી પોલીસે એનિલ કુઆલિટી એકટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY