પાંડેસરા વડોદ ગામ તળાવ પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી

0
20

અજાણ્યા યુવકને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાની શંકા
સુરત, તા. ૮
આજે સવારે પાંડેસરા વડોદગામ પાસે તળાવ નજીકથી એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે લાશનો કબજા મેળવી મૃતકની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે વડોદગામ તળાવ પાસે એક અજાણ્યા યુવાનની લાશ દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજા મેળવી પંચનામું શરૂ કર્યુ હતું. અજાણ્યો યુવાન ઉપર આશરે ૨૫થી ૩૦ હોવાની શક્યતા છે. મૃતકના મોઢામાંથી લોહી નીકળેલ દેખાય છે. તેમજ ગળેફાંસો આપ્યો હોય તેવા નિશાન પણ છે. મૃતક યુવાનના હાથ ઉપર હિન્દી ભાષામાં અનિલ લખેલ છે. અજાણ્યા યુવાનની ઓળખ થાયછ તે માટે પોલીસે આજુબાજુના વિસ્તારોમાં મૃતકનો ફોટો બતાવી તેની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. મૃતકની ઓળખ થયા બાદ તેની હત્યાનું કારણ અને આરોપીઓની વિગત મળી શકશે. હાલ પોલીસે લાશનો કબજા લઈ પંચનામું કરી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY