વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી
સુરત, તા.૨૧
પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોના માનમાં અોલપાડ તાલુકાના સાંધીએર ગામની વિવિધ સંસ્થાઓએ પાકિસ્તાનની નાપાક આંતકી પ્રવૃત્તિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પાકિસ્તાનને સબક શીખવાડવા માંગ કરી હતી. જ્યારે શહીદોના માનમાં તાલુકાના સોસંક, ભાંડૂત, સરોલી સહિત અનેક ગામોમાં વિરોધ પ્રદર્શન સાથે કેન્ડલ માર્ચ સાથે વિરોધ રેલી યોજાઈ હતી.
પાકિસ્તાની આતંકવાદી આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના માનમાં દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્ના છે. ત્યારે ઓલપાડ તાલુકાના સાંધીએર ગામની બી.આર. પરમાર હાઈસ્કૂલના નેજા હેઠળ યોજાયેલી વિરોધ રેલીમાં જિ.પ.શિ. સમિતિ સંચાલિત પ્રા.શાળા, સાંઈ મંદિર, સાંધીએર સેવા સહકારી મંડળી, બચત ધિરાણ સહકારી મંડળી, દૂધ મંડળી, પિયત મંડળી, ગ્રામ વિકાસ, સમિતિ યુનિયન બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મીઓ સહિત રાષ્ટ્રપ્રેમી ગ્રામજનો જાડાયા હતા. આ રેલીમાં બંને શાળાના ભૂલકાઓએ શહીદોના માનમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી શહીદો અમર રહો, પ્રધાનમંત્રી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, ખતમ કરો ખતમ કરો આતંકવાદ ખતમ કરો, જે હમસે ટકરાયેલા મિટ્ટી મે મિલ જાયેગાના નારા ગૂંજાવી ગામમાં બેનરો સાથે રેલી યોજી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




