મધ્ય પ્રદેશમાં યુવતીનું સ્કર્ટ ખેંચી છેડતી કરનાર બે યુવકોની ધરપકડ

0
11

ઈન્દોર,તા.૨૫
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં બે યુવકોએ જાહેર રસ્તા પર એક મોડેલનું સ્કર્ટ ખેંચીને તેની છેડતી કરી હતી. આ કિસ્સામાં પીડિતાએ સોશિયલ મીડિયામાં આ અંગે એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ હતી. પોલીસે આ કિસ્સામાં બે યુવકોની ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવતીએ લખ્યુ હતુ કે, જ્યારે તે સ્કુટી પર જઇ રહી હતી ત્યારે બે યુવાનોએ સ્કર્ટ ખેંચી તેની છેડતી કરી હતી અને પછી પુછ્યુ હતુ કે, ચલ બતાવ આ સ્કર્ટની નીચે શું છે ? મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ મારા વાહનનું સંતુલન ગુમાવતા હું રસ્તા પર ઢળી પડી.
આ ઘટના રવીવારે બની હતી. આ ઘટના બાદ ઇન્દોર પોલિસે બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યુ કે, ગુનેગારોને પકડવા માટે તેમણે ૬૦ જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને પોલીસની તપાસ ટીમો બનાવવામાં આવી હતી અને આ સઘન તપાસના અંતે બે આરોપીઓ-બન્ટી અને લકી-ને પકડવામાં સફળતા મળી હતી. આ બંને આરોપીને બુધવારે કોર્ટમાં રજુ કરાશે.
પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે, આ ઘટના ઇન્દોરના વિજયનગરમાં આવેલા મંગલ સિટી મોલ સામે બની હતી. આ ઘટના વિજયનગર પોલીસ સ્ટેશનની નજીક જ બની હતી. તપાસ દરમિયાન એ સિક્યોરિટી ગાર્ડે પોલીસને કહ્યુ હતુ કે, રવીવારે જ્યારે આ ઘટના બની તે તેણે નજરે જાઇ હતી અને એક છોકરી રસ્તા પર રડતી હતી. આ સમયે તેને ખબર પડી ન હતી કે ખરેખર શું બન્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY