મુંબઈ,તા.૩૧
બાલીવુડમાં સામાન્ય રીતે સફળ હિરોઈનોના નામ કોઈને કોઈ અભિનેતાઓ સાથે જાડાતા જ હોય છે. તેલુગુ ફિલ્મ લાફરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા પટનીએ જ્યારે બાલીવુડમાં એમએસ- ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મોથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મો બાદ બી-ટાઉનમાં દિશાની ચર્ચા થવા લાગી હતી.
આ બધાની વચ્ચે જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફની સાથે નિકટતાની પણ ખબરો ઉડવા લાગી. કેટલીય વખતે મીડિયા રિપોટ્ર્સમાં ટાઈગરને દિશાનો બાયફ્રેન્ડ પણ કહેવામાં આવ્યો છે. જા કે બંનેએ આ સંબંધોને લઈને ખબરોનું ખંડન કર્યુ છે અને એકબીજાને માત્ર સારા દોસ્ત બતાવી રહ્યાં છે.
આ જ મામલે જ્યારે દિશાના પિતા જગદીશ સિંહ પટનીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યાં સુધી દિશા અને ટાઈગરની દોસ્તીની વાત છે તો હું ટાઈગરના પરિવારને મળ્યો છું. તેઓ સારા લોકો છે. મારી બંને દિકરીઓ ખુશ્બુ અને દિશા ઘણી ફ્રેન્ક છે. હું સૌભાગ્યશાળી છું કે મારી બંને દીકરીઓ મારાથી કંઈ છુપાવતી નથી. ભલે હું પિતા છું પરંતુ અમારા સંબંધો ફ્રેન્ડલી છે. હું મારી દીકરીની દોસ્તીને ખોટી રીતે નથી જાતો અને મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




