રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણી બાદ સ્માશાને પહોંચવા માટે ચાર લોકો પણ મળવાના નથી ઃ અશ્વિની ચૌબે

0
41

ભાજપના વરિષ્ઠ નેતા અશ્વિની ચોબેએ કર્યું વિવાદિત નિવેદન
ન્યુ દિલ્હી,તા.૨૫
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન અશ્વિની ચૌબેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન કર્યું છે. અશ્વિની ચૌબેએ કÌš છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ સ્મશાને પહોંચવા માટે ચાર લોકો પણ મળવાના નથી.
રાહુલ ગાંધી પર કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેની વિવાદીત અને વાંધાજનક ટીપ્પણી બાદ હંગામો મચી ગયો છે. વારાણસીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેનું પૂતળું ફૂંકીને વિરોધ વ્યક્ત કર્યો છે.
ભૂતપૂર્વ ધારાસભ્ય અજય રાયના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અશ્વિની ચૌબેએ બાબતપુર એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં કÌš છે કે રાહુલ ગાંધીએ ગરીબીને જાઈ નથી. રાહુલ ગાંધીના ખાનદાને મહિલાઓનું કેટલું ઉત્પીડન કર્યું છે.તેને કદાચ આની ખબર નથી.
અશ્વિની ચૌબેએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી શેર છે અને રાહુલ ગાંધી સવા શેર બનવાની કોશિશ કરે નહીં. તેમણે સવાલ કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ લોકસભામાં શા માટે મુંગા રહે છે? તેમના નિવેદનોમાં કોઈ તથ્ય હોય છે ખરું? અશ્વિની ચૌબે રાહુલ ગાંધી દ્વારા પંદર મિનિટના ભાષણ કરીને વડાપ્રધાન મોદીની બોલતી બંધ કરવાના આપવામાં આવેલા પડકાર પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY