વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બની ઈતિહાસ રચશે ઈંદુ મલ્હોત્રા

0
25

ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમના અનુરોધ પર સીનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાને જ્જ બનવાની મંજૂરી આપી દીધી છે. ઇન્દુ સુપ્રી કોર્ટમાં વકીલથી સીધી જ્જ બનનારી પ્રથમ મહિલા બનશે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર બાનુમતિ બાદ ઇન્દુ મલ્હોત્રા બીજી મહિલા જ્જ બનશે.
આ ઘટનાક્રમ સાથે સરકારે ન્યાયમૂર્તિ એમ જાસેફના પ્રમોશનને રોકી રાખવાનો નિર્ણય કર્યો લીધો છે. ન્યાયમૂર્તિ જાસેફ ઉત્તરાખંડના હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ, મુખ્ય ન્યાયધીશ દીપક મિશ્રાને ઇન્દુ મલ્હોત્રાની નિમણૂક કરવાના સરકારના નિર્ણય અંગેનો પત્ર લખશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં પ્રારંભિક ૩૯ વર્ષ સુધી કોઇ મહિલા જ્જ બની નહોતી. ૧૯૮૯માં ફાતિમા બીબીને સુપ્રીમ કોર્ટે જ્જ બનાવ્યા હતા. ત્યારબાદ જસ્ટિસ સુજા મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના દેસાઇની સુપ્રીમ કોર્ટમાં જ્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઇન્દુ મલ્હોત્રા આઝાદી પછી અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં જ્જ બનનારી છઠ્ઠી મહિલા હશે. હાલમાં જસ્ટિસ જી રોહિણી અને બાનુમતિ સુપ્રીમ કોર્ટમાં મહિલા જ્જ છે. ઇન્દુ મલ્હોત્રા વકીલના કુટુંબમાંથી આવે છે. તેમના પિતા ઓપી મલ્હોત્રા વરિષ્ઠ વકીલ હતા અને તેમના મોટાભાઇ તેમજ બહેન પણ વકીલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY