ગાંધીનગર,તા.૨૨
હવેથી રાજ્ય વાહન વ્યવહાર નિગમ, અને એસટી નિગમના તમામ કર્મચારીઓએ પોતાની હાજરી પૂરાવવા માટે જીપીએસ લોકેશન શેર કરવું પડશે. વિભાગીય નિયામક-પરિવહન અધિકારી અને તમામ ડેપો મેનેજરે લોકેશન આપવા પડશે. તમામ લોકોએ સવારે અને સાંજે હાજરી પૂરાવવી પડશે.
હાજરી પુરાવવા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દીવાળીનો સમય નજીક આવ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બહોળા પ્રમાણમાં એસટી સેવાનો મુસાફરો ઉપયોગ કરશે અને તેની સ્થિતીને ધ્યાનમાં રાખીને મોનિટરિંગની કામગીરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના તમામ અધિકારીઓના જીએપીએસ લોકેશન આધારીત હાજરીની ચકાસણી કરવામાં આવશે. આથી વિભાગીય નીયામક શ્રી, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાંત્રીક ઈજનેર, સહિત તમામ ડેપો મેનેજરોએ જીપીએસ લોકેશન સવારે ૦૯ઃ૦૦ કલાકે તેમજ સાંજે ૧૯ઃ૦૦ કલાકે વ્હોટ્સઅપ નંબર ૭૨૨૬૯૯૦૪૨૪ પર ફરજિયાત મોકલવાના રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




