મુંબઈ,તા.૩૦
શેરબજારમાં આજે આખો દિવસ વધઘટ જાવા મળી છે. શરુઆતમાં સેન્સેક્સ ઘટ્યો પરંતુ થોડો સમય બજાર સ્થિર રહ્યું અને બપોર પછી દબાણ વધ્યું અને ફરી એક વાર છેલ્લે સેન્સેક્સ અને નિફ્ટી પછડાટ સાથે બંધ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાની નબળાઇ જાવા મળી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જાવા મળી છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૯ ટકા વધ્યો છે. નિફ્ટીનો મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૭ ટકા વધી બંધ રહ્યો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૧ ટકાના વધારા સાથે બંધ રહ્યો છે.
છેલ્લે, બીએસઈનો ૩૦ શેરનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૭૬ પોઈન્ટ એટલે કે ૦.૫ ટકા ઘટી ૩૩.૮૯૧ના સ્તરે બંધ થયો છે. જાકે, એનએસઈનો ૫૦ શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી ૫૨.૫ પોઇન્ટ એટલે કે ૦.૫ ટકાના ઘટાડા સાથે ૧૦૧૯૮,૪ સ્તરે બંધ થયો છે.
વૈશ્વિક શેરબજારો ગયા સપ્તાહે સારો દેખાવ કરી શક્્યાં ન હતાં. અમેરિકામાં નાસ્ડેક ઇન્ડેક્સ ૩.૭૮ ટકા ગબડીને ૭,૧૬૭ થયો હતો અને ડાઉ જાન્સ ઇન્ડેક્સ ૨.૯૭ ટકા ઘટીને ૨૪,૬૮૮ પોઇન્ટ્સ થયો હતો. એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ પણ ૩.૯૪ ટકા ગબડીને ૨,૬૫૯ થયો હતો. બ્રિટનનો ફુટત્સી ઇન્ડેક્સ ૧.૫૬ ટકા ઘટીને ૬,૯૪૦ થયો હતો.
જર્મનીનો ડેક્સ ૩.૦૬ ટકા ગબડ્યો હતો અને ફ્રાન્સનો કેક ઇન્ડેક્સ ૨.૩૧ ટકા ઘટ્યો હતો. અમેરિકાના બજારમાં ઘટાડાને કારણે એશિયના મુખ્ય ઇક્વિટી ઇન્ડેક્સ નિક્કીમાં વેચવાલીનું દબાણ આવ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ, ચીનની આર્થિક વૃદ્ધિમાં નરમાઈ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો જેવાં પરિબળોને કારણે એશિયાનાં બજારોમાં ઘટાડો થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




