મને તેમના સ્વાસ્થ્યની ચિંતા છે,તેમને સતત સારસંભાળની જરૂર છે
પટણા,તા.૨૬
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે આજે તેમના પિતા લાલુ યાદવ સાથે મુલાકાત કરી. તેજસ્વી પિતા લાલુ યાદવ સાથે મુલાકાત માટે દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે પિતાની તબિયત વિશે ખબર અંતર પૂછ્યા. જાકે પિતા લાલુને મળ્યા બાદ તે ઘણા ભાવુક થઈ ગયા.
લાલુ યાદવ સાથે મુલાકાતની જાણકારી તેજસ્વી યાદવે પોતાના ટ્વીટર પર આપી. તેમણે પિતા સાથે મુલાકાતની વાતને લઈને ઈમોશનલ ટ્વીટ કરી. તેજસ્વી યાદવે ટ્વીટમાં લખ્યુ કે દિલ્હીમાં હું અમુક મિનિટ માટે એમ્સ હોસ્પિટલમાં પિતાને મળ્યો. હું તેમના આરોગ્યને લઈને ચિતિંત છુ. તેમના સ્વાસ્થ્યમાં વધારે સુધારો થયો નથી. એ ના માત્ર મારા પરિવાર માટે પરંતુ બિહારની જનતા માટે પણ ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં તેમને સતત સારસંભાળની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






