વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિત મોટા પ્રાદેશિક પક્ષો એકબીજાની સાથે હાથ મિલાવવા અને એકબીજાને પછડાટ આપવા માટેની તૈયારી કરી રહ્યા છે.
નવી નવી રણનિતિ બનાવવામાં આવી રહી છે. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પાર્ટીને વર્ષ ૨૦૧૪ જેવી જ ઐતિહાસિક સફળતા અપાવવા માટે દિન રાત એક કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ ભાજપની અવિરત વિજય આગેકુચને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. જા કે જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ વખતે અન્ય મુદ્દાની સાથે સાથે બેરોજગારીનો મુદ્દો મુખ્ય મુદ્દો રહી શકે છે. બેરોજગારીની તકલીફના કારણે વડાપ્રધાન મોદીની સામે પણ સમસ્યા આવી શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ સારી રીતે જાણે છે કે બેરોજગારી દેશની સમસ્યા છે જેથી તેઓ આ મુદ્દાને દરેક સભામાં ઉઠાવી રહ્યા છે. ભારત અને ચીનમાં રોજગારીની સ્થતીની વાત કરી રહ્યા છે.
ભાજપના વ્યુહરચનાકારો પણ માને છે કે બેરોજગારી મુદ્દો બનશે તો ચોક્કસપણે પડકાર રહેશે.નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર પણ તેમના હજુ સુધીના ગાળામા લોકોને પુરતા પ્રમાણમાં રોજગારી આપી શકી નથી. આ મુદ્દે રાહુલ ગાંધીએ વારંવાર ભાજપ અને મોદી પર પ્રહારો કરીને તેમની સમસ્યાને વધારી છે. આજે રોજગારીની તમામ મોટા મોટા દાવા છતાં દેશમાં બેરોજગારીનો આંકડો રોકેટ ગતિથી વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાનના નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ભારતમાં આશરે એક કરોડ ૮૦ લાખ બેરોજગાર છે. આ વર્ષે ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પ્રકાશિત કરવામાં આવેલા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડયન ઇકોનોમીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં બેરોજગારી ૭.૧ ટકા સુધી પહોંચી ગઇ છે.
આર્થિક આંકડાને ટ્રેક કરનાર થિંક ટેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષના ગાળામાં આશરે ૩૧ મિલિયન લોકો બેરોજગારીનો શિકાર થઇ ચુક્યા છે. આ તમામ આંકડાની સામે કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડયા, ડિજિટલ ઇન્ડયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા કેપેન નબળા સાબિત થઇ રહ્યા છે. આ તમામ પ્રશ્નોનો જવાબ આપવામાં સરકાર આજે નિષ્ફળ સાબિત થઇ રહી છે. આની સાથે સાથે માહોલને સમજી લેવાના બદલે સરકારના લોકો વારંવાર આ બાબતને રદિયો આપી રહ્યા છે. સરકારી લોકોનો દાવો છે કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીના દરમાં વધારો થયો છે. તેમના આ નિવેદનના કારણે સરકારને આગામી લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. વડાપ્રધાન મોદી પણ થોડાક દિવસ પહેલા કહી ચુક્યા છે કે નોકરી વગર દેશની પ્રગતિ શક્ય દેખાતી નથી. જા કે રોજગારીની તક ઉભી કરવા માટે સતત ખોટી અને ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. તેમના પકૌડા વેચી દેવાના નિવેદનના મામલે તો વ્યાપક ટિકા ચારેબાજુ થઇ રહી છે.
રોજગારના આંકડાના સંબંધમાં વર્તમાન સરકાર વારંવાર કહેતી રહી છે કે જે રીતે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા રોજગારના આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તે રોજગારીના વાસ્તક ચિત્રને રજૂ કરતા નથી. આના માટે સરકારે એક કમિટીની રચના પણ કરી છે. તેના હેવાલ આવી ગયા બાદ પણ આજે પણ દેશની સામે ૨૦૧૧-૧૨ બાદ કોઇ વિશ્વસનીય રોજગારીના આંકડા આવ્યા નથી. છેલ્લા વર્ષોમાં જ્યારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા રોજગારને લઇને આંકડા જારી કરવામાં આવે છે ત્યારે સરકાર તેને રદિયો આપી દે છે.
આજે દેશના જુદા જુદા ભાગોમાં રોજગારી માટે યુવાનો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. આ બાબત દેશમાં વધતી જતી બેરોજગારીની બાબતને રકજૂ કરે છે. વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારને રોજગારીના મોરચે વધુ નક્કર યોજના રજૂ કરવી પડશે. સાથે સાથે આંકડા પણ દર્શાવવા પડશે. સંતોષજનક કામ થયુ છે તે બાબત પણ રજૂ કરવી પડશે. સરકારથી જુદા જુદા સમુદાયના લોકો નાખુશ દેખાઇ રહ્યા છે. તે સમજી લેવાની જરૂર છે. ખેડુતો. દલિતો સરકારથી નાખુશ ચાલી રહ્યા છે. આવી સ્થતીમાં હવે યુવાનોને સંતોષજનક કામ કરી આપવુ પડશે. મોદીને ગંભીરતાથી રોજગારીના મોરચે નિતી અપનાવવી પડશે. .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






