હાલમા આવનારી 2019ની લોકસભા ચુટણીની તૈયારી શરુ થઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે ધીરે-ધીરે દેશના બન્ને ટોપના રાજકીય પક્ષો એક-બીજાની નાગરીકો પ્રત્યેની એકતરફી નિતી લોકો સમક્ષ મુકવા લાગ્યા છે ત્યારે ધ્રાગધ્રા શહેર કોગ્રેસ પક્ષ દ્વારા ખેડુતોને પાકવિમો અપાતો નથી, ખેડુતોને પાક માટે પુરતુ પાણી પણ અપાતુ નથી તથા આરટીઇ મુજબ મફત શિક્ષણની જોગવાઇ છતા મોંઘુ શિક્ષણ સહિતના મુદ્દાઓને લઇ બે કલાકના ઉપવાસ આંદોલન બાદ આવેદન પત્ર પાઠવી સરકારને જગાડવાની શરુવાત કરી હતી.
જ્યારે ધ્રાગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના કોગ્રેસી કાયઁકરો દ્વારા આજે ધ્રાગધ્રા મામલતદાર કચેરી ખાતે દરેક કોગ્રેસી કાયઁકરોએ અહી ઉપવાસ આંદોલનો કયાઁ હતા જેના લીધે દેવામા દુબેલા ખેડુતો અંતે આત્મહત્યા તરફ પ્રેરાય છે જે બાબત નોંધપાત્ર ગણાવી હતી સાથોસાથ ગુજરાતમા અભ્યાસ કરતા બાળકો માટે આરટીઇ મુજબ મફત શિક્ષણનો નિયમ તો લાદી દેવામા આવ્યો છે.

પરંતુ ખરેખર ગુજરાતમા શિક્ષણનો ભાર ખુબજ વધી રહેતો હોય તેવુ પણ દેખાય છે જેથી અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા સામાન્ય અને મધ્યમ વગઁના હોવાથી પોતાના બાળકને શારુ શિક્ષણ નથી આપી શકતા. ધ્રાગધ્રા કોગ્રેસ દ્વારા આવા કેટલાક પ્રશ્નોને લઇને આજે સેવા-સદન ખાતે બે કલાકના ઉપવાસ આંદોલન કરી ત્યાર બાદ ધ્રાગધ્રા ડે.કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યુ હતુ.
ઉપવાસ આંદોલન સમયે હળવદ-ધ્રાગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા ધ્રાગધ્રા કોગ્રેસ ગ્રામ્યના પ્રમુખ દિપકભાઇ પટેલ, કુળદીપસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ એન.સી.રાઠોડ, પુવઁ પ્રમુખ અમૃતભાઇ મારુ, જીલ્લા ઉપ પ્રમુખ હમીરસિંહ પરમાર, કૌશીક પટેલ, મહેન્દ્રભાઇ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.
રીપોટર : દીપકસિંહ વાઘેલા,
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





