કેશોદ તાલુકાનાં નાની ઘંસારી ગામે પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં યોજાઇ ગ્રામસભા

0
16

જૂનાગઢ તા.૧૬, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રાજનોની લોકસુખાકારી અને સરકારશ્રીની યોજનાઓનાં
લાભો છેવાડાના જન-જન સુધી પહોંચતા થાય તે માટે તબક્કાવાઈઝ સેવાસેતુનાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાથે
સાથે પ્રાંત અધીકારી અને તાલુકા ટીમ દ્વારા વિવિધ ગામોમાં રાત્રી સભા યોજી ગામના વિકાસ અને ગ્રામજનોનાં
પ્રશ્નોને સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. આવી જ રાત્રી ગ્રામસભા કેશોદ તાલુકાનાં નાની ઘંસારી
ગામે પ્રાંત અધિકારી રેખાબા સરવૈયાની અધ્યક્ષતામાં યોજાઇ ગઇ. આ પ્રસંગે ગામનાં સરપંચશ્રી રામભાઇ
હડીયા અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગામને સ્પર્શતા પ્રશ્નોનાં ઉકેલ મેળવ્યા હતા. સાથે
વ્યક્તિલક્ષી રજુઆતો અધિકારીઓએ સાંભળી હતી, અને યોગ્ય કાર્યવાહી કરી હતી. આ પ્રસંગે મામલતદાર
ચૈાધરી, તાલુકા વિકાસ અધિકારી ખુમાણ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY