મુંબઈ,તા.૨૪
અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે તેની કારર્કીદીના ટોચ પર છે. તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આલિયા પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બંનેને લઇને ચર્ચામાં છે. નાની ઉંમરમાં આલિયા ભટ્ટે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. આલિયા ભટ્ટે કેટરિના કેફ, દીપિકા પદુકોણ, જેકલીન ફર્નાન્ડીસ, શ્રદ્ધા કપૂર અને દિશા પટણીને પછાડી મોસ્ટ ડિઝાયરેબલ વુમન ૨૦૧૮નો એવાર્ડ પોતાના નામે કર્યો છે.
૨૦૧૭માં આ એવાર્ડ દીપિકા પદુકોણના નામે હતો. ત્યારે હવે આ આલિયા ભટ્ટના નામે થયો છે. સ્પોટબોયના એક અહેવાલ અનુસાર જ્યારે આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે મોસ્ટ ડિઝાયરેબલ મેન અને વુમન કોણ હશે. ત્યારે તેણે કહ્યું હતું કે કરિના કપૂર ખાન મારી ઓલ ટાઇમ ફેવરેટ છે અને રણબીર કપૂર મોસ્ટ ડિઝાયરેબલ મેન છે. મારા માટે આ બંને ખૂબ જ ડિઝાયરેબલ છે.
આલિયાએ આગળ કહ્યું હતું કે ખૂબ ખૂબ આભાર. મને કિયારે નથી લાગ્યું કે મને મોસ્ટ ડિઝાયરેબલનો એવાર્ડ મળશે. આમ તો હું નથી જાણતી કે કંઇ વસ્તુ મને સૌથી વધુ ડિઝાયરેબલ બનાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




