મુંબઈ,તા.૨૪
રણબીર કપૂર નવું ઘર લેવાનો છે તે ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. થોડા દિવસો પહેલા જ તેણે પોતાનો જુનો ફ્લેટ વેંચી દીધો છે. હવે તે નવું ઘર લેવાનો છે, પરંતુ હવે રણબીરે નીતુની પસંદગી પ્રમાણે જ ઘર લેવું પડશે. તેની માતાએ રણબીરને સૂચના આપી દીધી છે કે, હવે નવું ઘર તેની મરજી પ્રમાણેનું જ લેવાનું છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, કેટરિના સાથે જે ઘરમાં રણબીર રહ્યો હતો, તે ઘર હવે તેણે વેચી નાખ્યું છે. હવે નવા ઘરની પસંદગી રણબીરની માતા નીતુ સિંહ કપૂર કરવાની છે. નીતૂએ પહેલાથી જ રણબીર સાથે આ વાતની સ્પષ્ટતા કરી લીધી છે. નીતુ જ હવે રણબીરના ઘરની પસંદગી કરવાની છે.
નીતુને લાગે છે કે, રણબીરનું પહેલાનું ઘર વાસ્તુશાસ્ત્રના અનુસાર નહોતું. વાસ્તુદોષને ધ્યાનમાં રાખીને નીતુ હવે પોતાના લાડકા પુત્ર માટે નવું ઘર લેવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



