દેશમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમ રાજ્ય મહારાષ્ટ : આઇએમડી

0
12

મુંબઈ,
તા.૨૭/૪/૨૦૧૮

દેશનું હાલપર્યંત એપ્રિલમાં સૌથી ગરમ રાજ્ય મહારાષ્ટ હોવાનું ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આંકડા પરથી જાણવા મળ્યું છે. સૂર્યના જારદાર કિરણો અને સ્વચ્છ આકાશને કારણે આ પરિસ્થતિ સર્જાઇ હતી.

ચંદ્રપુર, વર્ધા, માલેગાંવ, બ્રહ્મપુરી, અકોલા અને હાલમાં પરભણી છ એવા વિસ્તાર છે જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. વીસમી એપ્રિલે ચંદ્રપુરમાં સૌથી વધુ ૪૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી ચંદ્રપુર સૌથી ગરમ હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટમાં વિવિધ ભાગમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાન રહ્યું હતું. દેશમાં હજી સુધી એપ્રિલના ૨૪ દિવસમાંથી ૧૬ દિવસ સૌથી ગરમ રહ્યા છે. ભીરાને આ આંકડામાંથી બાકાત રાખવામાં આવ્યું છે. દેશમાં એપ્રિલમાં દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન માટે પણ મહારાષ્ટ મોખરે રહ્યું હતું.

રાજસ્થાનના ફાલોડી, ચુરુ અને બાર્મર જેવા સ્ટેશનોમાં ચાલુ મહિનાના છ દિવસ તાપમાન વધુ નોંધાયું હતું, જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશના અમુક સ્ટેશનોમાં અમુક દિવસો સૌથી ગરમ રહ્યા હતા. ગુજરાતના અમરેલી અને સુરેન્દ્રનગરમાં એપ્રિલમાં પારો સૌથી ઊંચો રહ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY