નેત્રંગ તાલુકાના ભેંસખેતર ગામના માનસિક સંતુલન ગુમાવી દેનાર એમ.એ. પાસ યુવાનનું સોશિયલ મીડીયાના માધ્યમથી પરિવાર સાથે મિલન

0
153

માનસિક સંતુલન ગુમાવી દેનાર કમલેશે એમએ વીથ ઇંગ્લીશનો અભ્યાસ પુણઁ કરેલ છે.

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ભેંસખેતર ગામના નાનુભાઇ ગામીત તલાટી કમ મંત્રી તરીકે સામાન્ય ફરજ બજાવતા હતા,તેમની બહેનને વાલ્વની બિમારી અને પત્નીનું પણ શારીરીક બિમારીના કારણે કરૂણ મોત નિપજ્યુ હતું,જ્યારે પેરાલીસીસ જેવી ગંભીર બિમારી થવાથી નાનુભાઇ ગામીત પણ પથારીવસ થઇ જવા પામ્યા હતા,જેથી ધરની ભરણ-પોષણની સંપુણઁ જવાબદારી નાનુભાઇ ગામીતના સંતાન કમલેશના માથે આવી પડી હતી,જેથી ઘેરા આઘાતની સાથે ઘરની તમામ જવાબદારી માથે આવી જવાથી કમલેશ માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો,અને ત્યારબાદ ઘર છોડી ચાલ્યો ગયો હતો.જેથી પરિવારના સભ્યોમાં ભારે નિરાશા વ્યાપી જવા માંડી હતી,જ્યારે લાપતા કમલેશની શોધખોળ કરી હતી,પરંતુ કમલેશનો કોઇ પત્તો લાગ્યો ન હતો,

જે આખરે નેત્રંગના ભેંસખેતરથી ૪૦ કિ.મી દુર આવેલ માંગરોળ તાલુકાના વડોલી ગામે પહોંચ્યો હતો,જેથી વડોલી ગામના જાગૃત યુવાનોએ માનસિક સંતુલન ગુમાવી દેનાર યુવાનની રહેઠાણની પુછપરછ કરતાં વાલીયાનો છું તેવું જણા હતું,જેમાં વડોલી ગામના પ્રદીપ વાંસીયાએ વધુ પુછપરછ કરતા માનસિક સંતુલન ગુમાવી દેનાર યુવાને પોતાનું નામ કમલેશ જણાવ્યું હતુ.

જેથી માંગરોળ તાલુકાના વડોલી ગામના પ્રદીપ વાંસીયાએ માનસિક સંતુલન ગુમાવી દેનાર કમલેશને સાફ-સુતરો, સલુનમાં વાળ કપાવી, નવડાવી પોતાના ઘરમાં ભોજન કરાવી ફોટો પાડી આ યુવાનને ઓળખો તેવી પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મુકી હતી, જેથી સમયની સાથે જ યુવાનની ઓળખ નેત્રંગ તાલુકાના ભેંસખેતર ગામનો રહેવાશી હોવાનું માલુમ પડ્યુ હતું, જેથી વડોલી ગામના યુવાનોએ તરત જ કમલેશને ભેંસખેતર ગામે લઇ જઇને પોતાના પરિવાર સાથે મધુર મિલન કરાવ્યુ હતું, જેથી માનસિક સંતલન ગુમાવનાર યુવાન કમલેશનું પરિવાર સાથે મિલન થતાં જ પરિવારના સભ્યોમાં ખુશીના આસું સળી સળી પડ્યા હતા, જેથી સમગ્ર ભેંસખેતર ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો, જ્યારે વડોલી ગામના યુવાનોએ પણ આજના કળીયુગમાં સમયમાં પણ માનવતાના દશઁન કરવતા કમલેશના પરિવારના સભ્યોએ પણ પ્રદીપ વાંસીયા અને વડોલી ગામના યુવાનોનો આભાર વ્યકત કયૉ હતો.

નેત્રંગ તાલુકાના ભેંસખેતર ગામનો માનસિક સંતુલન ગુમાવી દેનાર કમલેશે એમએ વીથ ઇંગ્લીશનો અભ્યાર પુણઁ કરેલ છે,પરંતુ પરિવારમાં બહેન અને માતાનું ગંભીર બિમારી અને પિતાનું પેરાલીસીસ થવાથી પથારીવશ થઇ જવાથી ઘરના ભરણપોષણની સંપુણઁ જવાબદારી માથે આવી જતાં માનસિક સંતુલન ગુમાવી દેવાથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો,જેમાં માંગરોળ તાલુકાના વડોલી ગામના યુવાનોને ભિક્ષુક હાલતમાં મળતા પુછપરછ કરતાં ગુજરાત અને ઇંગ્લીશ માધ્યમના પેપર સળસળતાથી વાંચન કરતા સૌ યુવાનો સ્તબ્ધ રહી જવા પામ્યા હતા.

રિપોર્ટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY