કઠુઆ ગેંગરેપ મામલે થયો ચોંકાવનારો ખુલાસો : સાંઝીરામ જ નીકળ્યો બાળકીનો હત્યારો

0
25

શ્રીનગર,
તા.૨૭/૪/૨૦૧૮

આરપીએ પોલીસ પૂછપરછમાં કર્યો ખુલાસો

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીમાં ૮ વર્ષની બાળકી સાથેના દૂષ્કર્મની ઘટનાએ દેશમાં હડકંપ મચાવી દીધો હતો. આમ હવે આ મામલે ચોંકવનારો ખુલાસો થયો છે.

બાળકી સાથેના દુષ્કર્મ બાદ તેની હત્યા મામલે તપાસ કરી રહેલી પોલીસે કહ્યું કે આરોપીઓમાંથી એક સાંઝીરામ સાથે કરવામાં આવી રહેલી પુછપરછમાં જણાવ્યું કે તે બાળકીના અપહરણ બાદ ચાર દિવસ બાદ તેની સાથે દુષ્કર્મની થયા ખબર પડી અને દુષ્કર્મમાં પોતાના દિકરા હાથ હોવાની જાણ થતાં તે બાળકીની હત્યા કરવાનો નિર્ણય લીધો.

તપાસકર્તાઓએ જણાવ્યું કે ૧૦ જાન્યુઆરીના રોજ અપહરણ કરાયેલી બાળકીની તે જ દિવસે પહેલા સાંઝીરામના સગીર ભત્રીજાએ દુષ્કર્મ કર્યું હતું. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે ૧૪ જાન્યુઆરીના રોજ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી કારણ કે સાંઝીરામ પોતાના દિકરા સુધી પહોંચનાર દરેક સુરાગને મિટાવી દેવા માંગતો હતો.

કઠુઆ ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર સ્ટે લગાવી દીધો છે. આ મામલે વધુ સુનાવણી ૭ મેએ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આરોપીઓના કેસ ટ્રાન્સફર કરવાની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આરોપીઓને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે.

કોર્ટે આરોપીઓને પોતાનો જવાબ દાખલ કરવા માટે ૭ મે સુધીનો સમય આપ્યો છે.સુપ્રીમ કોર્ટ સીબીઆઈ તપાસની માગ પર આરોપીઓની દલિલ બાદ નિર્ણય લેશે. મહત્વનું છે કે પીડિતાના પિતાએ કેસની સુનાવણી જમ્મૂ-કશ્મીર બહાર કરવામાં આવે તેવી મા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY