કાલે ધોડીયાપાડા ખાતે સમૂહ લગ્નોત્સવ ૪૮ જેટલા યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

0
9

વિવિધ મહાનુભવો સમારંભમાં હાજર રહી નવ દંપતિને આશિષ આપશે
વલસાડ, તા.૨૭
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા તા.૨૮/૫/૨૦૧૯ના રોજ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ૪૮ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ નવદંપતિઅોને આશીર્વચન આપવા આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી, વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર, ખેરગામના કથાકાર પ્રફુલભાઇ શુકલ, વાપીના કપિલ સ્વામી, બ્રહ્મવાદિની હેતલ દીદી, ભિડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઅો પણ હાજર રહેશે. નવદંપતિઓને આશીર્વાદ આપવા સૌને ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવદંપતિઓને કન્યાદાન આપવા માટે રાજુભાઇ હાલાણી, મુરલી એન. વર્મા, બાબુલાલ વર્મા, પંકજભાઇ બોરલાઇવાલા, પ્રફુલભાઇ પાંચાલ, દિલીપભાઇ એચ.ભંડારી, કિશોરભાઇ આહિર, મેકલોઇડ ફાર્મા-સરીગામના લલિતભાઇ પાત્રુ, મધુરા ટેક્ષ્ટાઇલ સરીગામના બિપીનભાઇ કાલરા, રાજસ્થાન મિત્ર મંડળ તેમજ સાંસ્કૃતિક વિકાસ મંડળ-ધોડીપાડાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY