અગ્નિકાંડમાં ડેપ્યુટી ઈજનેર વિનુભાઈ પરમાર સસ્પેન્ડ

0
10

સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકામાં સાઉથ ઝોન ખાતે ડે.ઈજનેર તરીકે ફરજ બજાવતા વિનુભાઈ કે. પરમારને તેઓની અગાઉની ઈસ્ટ ઝોન ખાતેની ફરજ દરમ્યાન ડ્રાફ્ટ ટી.પી. નં.૨૨ સરથાણા-વાલક એફ.પી.નં.૧માં આવેલ તક્ષશિલા આર્કેડ, સરથાણા વરાછા રોડ, સુરતવાળી મિલ્કતની સી.ઓ.આર. અને ઈમ્પેક્ટ ફીની મંજૂરીમાં વિસંગતતા માલુમ પડેલ હોય, તાત્કાલિક અસરથી સુરત મહાનગરપાલિકની સેવામાંથી ફરજ મોકુફી હેઠળ મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. તેમ સુરત મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY