અખિલેશની કર્ણાટક યાત્રા રાજકીય પ્રવાસ તરીકે હશે

0
13

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ,તા. ૨૮
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની જારદાર ઝાટકણી કાઢતા ભાજપના ઉત્તરપ્રદેશ એકમના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કર્ણાટકની અખિલેશ યાદવ અને માયાવતીની સૂચિત યાત્રાને રાજકીય પ્રવાસ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. તેમણે ઉમેર્યું હતું કે આ બંનેની કર્ણાટક યાત્રાથી કોઈપણ અસર થશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઉત્તરપ્રદેશના ગૃહમંત્રી યોગી આદિત્યનાથ દેશના જુદા જુદા ભાગોમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આના કારણે પાર્ટીની સ્થિતિ મજબૂત થઈ રહી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી માત્ર જાતિવાદી રાજનીતિ રમી રહ્યા છે. અખિલેશ યાદવ અને માયાવતીના કર્ણાટકના ચૂંટણી પ્રવાસ રાજકીય પ્રવાસ તરીકે સાબિત થશે. આ બંને પાર્ટીઓ મુખ્ય રીતે ઉત્તરપ્રદેશમાં જ મજબૂતી ધરાવે છે. હવે આ રાજ્યમાં પણ તેમની હાલત કફોડી બની ચુકી છે. બંને પાર્ટીઓ તેમની રચના થયા બાદથી સૌથી ખરાબ સમયનો સામનો કરી રહી છે. તેમની પાસે કોઈ સંગઠન અથવા તો નેટવર્ક નથી. કર્ણાટકમાં તેમની કોઈ ઉપસ્થિતિ નથી. બસપના સ્થાપક સભ્યો પાર્ટીને છોડી ચુક્યા છે. રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જા જાળવવામાં પણ બસપને મુશ્કેલી નડી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY