ન્યાય ન મળતા દલિત યુવકનો કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

0
11

વઢવાણ,તા.૪
વઢવાણ તાલુકાના વડલા ગામે રહેતા દલિત પરિવારનો ગામના જ ઉપસરપંચ સાથે ઝઘડો થયો હતો. આ મામલે દલિત પરિવારમાંથી દેવજી રાઠોડે ઉપસરપંચ સામે ફરિયાદ લખાવી હતી, જો કે પોલીસે ફરિયાદ બાદ પણ કોઇ પગલા ન લીધા. ત્યારબાદ દેવજી રાઠોડ ક્લેકટર કચેરી પહોંચ્યો અને ક્લેકટરને વાત કરી પરંતુ ક્લેક્ટરે પણ ખો આપી સમગ્ર મામલે ડીએસપીને રજૂઆત કરવાની વાત કરી, બાદમાં દલિત યુવક ડીએસપીને મળવા પહોંચ્યો પરંતુ અહીં તેની વાત સાંભળવાનું દૂર પરંતુ તેને મળવાનો સમય જ આપવામાં આવ્યો નહીં.
ન્યાય માટે એક બાદ એક ધક્કા ખાઇને કંટાળેલા દલિત યુવક સુરેન્દ્રનગર ક્લેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. અગાઉ યુવકે ક્લેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી, જેના કારણે પહેલાથી જ ક્લેક્ટર ઓફિસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરોસીન છાંટી કચેરીમાં આવેલા દેવજી રાઠોડની આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. એક તરફ સરકાર નબળા વર્ગો માટે કામ કરતી હોવાની વાતો કરી રહી છે, તો બીજી બાજુ ન્યાય માટે ધક્કા ખાધા બાદ આત્મવિલોપન કરવાની સ્થિતિ બની રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY