પરમાણુ શક્તિમાં વિશ્વનો ત્રીજા દેશ બની શકે છે પાકિસ્તાનઃ સૈન્ય નિષ્ણાંત

0
11

૪૮ વર્ષથી પરમાણું હથિયાર બનાવી રહ્યુ છે પાકિસ્તાન
ન્યુ દિલ્હી/ઈસ્લામાબાદ,તા.૨૬
આતંકવાદને પંપાળીને પાકિસ્તાન પહેલા જ પોતાના નાપાક ઈરાદાઓ જગ જાહેર કરી ચૂક્યું છે. તેવામાં ભારત સહીત દક્ષિણ એશિયાઈ દેશોને વધુ એક ઘાતક ઝટકો આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાન ડ્રેગનની મદદથી પરમાણું હથિયારોનો ખજાનો તૈયાર કરી રહ્યુ છે. જેનો દુરપયોગ ભારત વિરુદ્ધ પણ થઈ શકે છે. પાકિસ્તાનના પાલતુઓને માટા હથિયાર પણ મળી શકે છે. આતંકની ફેક્ટરી ખોલીને બેઠેલું પાકિસ્તાન હવે હથિયારો ભંડાર ભેગો કરી રહ્યુ છે. એટલું જ નહીં પરંતુ ટૂંક સમયમાં જ વિશ્વનો ત્રીજા એવો દેશ બની જશે જેની પાસે સૌથી વધુ પરમાણું હથિયારોનો ભંડાર હશે. જે ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશો માટે ખતરા રૂપી શંકેત હશે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે, નાપાક પાકિસ્તાનને પરમાણું તાકાત પુરી પાડવા ચીન તેની મદદ કરી રહ્યુ છે. ગુપ્તચર સંસ્થાઓ તરફથી મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન પાસે હાલના સમયમાં ૧૪૦ થી ૧૫૦ પરમાણું હથિયારો છે અને વધુ એટમી હથિયારો બનાવવા માટે પાકિસ્તાન ૩થી ૪ હજાર કિલો યૂરેનિયમ અને ૨૦૦થી ૩૦૦ કિલો પ્લૂટોનિયમનો ભંડાર ભેગો કરી ચૂક્યું છે. સૈન્ય ઈતિહાસના બેસ્ટસેલર જાસેફ વી મિકલેફનું માનવું છે કે, પાકિસ્તાન સતત પરમાણું હથિયાર તરફ આગળ વધતું જશે. તો પરમાણું હથિયાર જિહાદી અને આતંકી સંગઠનોના હાથમાં પણ લાગી શકે છે. કારણ કે, પાકિસ્તાનના તાલિબાન, તહરીક-એ-જેહાદ ઈસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો સાથે સંબંધો છે.
મહત્વનું છે કે,પાકિસ્તાન છેલ્લા ૪૮ વર્ષોથી સતત ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવી રહ્યુ છે તો આ હથિયારોનું પાકિસ્તાન સહિત વિશ્વના કેટલાક દેશોમાં ખોટી રીતે ઉપયોગ પણ થઈ શકે છે. જે ભારત માટે ખાસ કરીને ગંભીર બાબત માનવામાં આવે છે. ત્યારે જાવું રહ્યુ કે, પાકિસ્તાનની વધતી પરમાણું તાકાત સામે ભારતનું કેવું વલણ હશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY