વાયનાડ,તા.૭
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના અમેઠીથી ભલે રાહુલને લોકોએ ન ચૂંટ્યા હોય, પરંતુ કેરળની વાયાનડ સીટ પરથી લોકોએ રાહુલ ગાંધીને જબરદસ્ત જીત અપાવી હતી, જે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે રાહુલ ગાંધી કેરળની મુલાકાતે ગયા છે.
રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રાહુલના સમર્થકો જાવા મળ્યા હતા.
રાહુલ ગાંધીએ આજે કેરળના મલપ્પુરમ જિલ્લાના કલિકાવુમાં રોડ શો કર્યો હતો. આજથી તેઓ ૯ તારીખ સુધી કેરળમાં રહેશે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના નેતાઓને મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




