જામજોધપુરના ચિરાગ કાલરિયાએ ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી

0
8

જામજોધપુર,તા.૯
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તડ-જોડનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આયારામ-ગયારામની આવી જ ચર્ચાઓમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાય એવી વાતો જોરશોરથી થતી હતી. જોકે, તેમણે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાને વરેલા છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે.
કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેમાંથી જવાહર ચાવડા તો બપોરે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને શનિવારે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા છે. જવાહર ચાવડાની સાથે-સાથે ભાજપના યોગેશ પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY