સુરત, તા. ૮
કડોદરા ક્રિષ્ણા નગર ખાતે એક વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરાï જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કડોદરા શાંતિનગર નિલમ હોટલ પાછળ રહેતો અને વિદ્યાર્થીï અનિલ કુમાવત (૧૪) ગત રોજ કડોદરા ક્રિષ્ણાનગર ખાતે આવેલી નહેર પાસેથી પસાર થતો હતો ત્યારે મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેના હાથમાંથી રૂ. ૯ હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. વિદ્યાર્થી અનિલ કુમાવતે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



