કસ્ટોડીયલ ડેથ કેસમાં આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરાઈ છે
સુરત, તા. ૮
ગત દિવસોમાં ખટોદરા પોલીસ મથકના ઓમપ્રકાશ પાંડેના કસ્ટોડીયલ ડેથના મામલે સંકળાયેલા પોલીસ મથકના પીઆઈ ખિલેરી સ્હિત અન્ય આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ જારી કર્યા બાદ તમામ આરોપીઓના પાસપોર્ટની ઓફિસમાંથી મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોરી-ચપાટીના કેસમાં પાંડેસરા વિસ્તારના ઓમપ્રકાશ પાંડેની ખટોદરા પોલીસે અટક કરી ઉપલમાં રાખી ત્રણ-ત્રણ દિવસ સુધી ઢોર માર માર્યો હતો. જોકે, ઢોર માર મારવાના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ખટોદરા પોલીસ મથકે પહેલા આઈપીસી ૩૩૦ અને ત્યારબાદ હત્યાનો ગુનો ખટોદરા પોલીસ મથકના પીઆઈ ખિલેરી માહિતી અન્ય પોલીસ કર્મચારીઓ સામે દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ કરનારા ડીસીપી ચિંતન તેરૈયાએ લૂક આઉટ નોટિસ જારી કર્યા બાદ આરોપીઓના પાસપોર્ટની તમામ વિગતો એકત્ર કરવા માટે પાસપોર્ટ ઓફિસમાંથી મંગાવાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, ખિલેરી સહિત આઠ આરોપીઓને પોલીસ મથકમાંથી ભગાડવા માટે મદદરૂપ થનારા પોલીસ કર્મચારીઓ વિરદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ એસીપી એ ડિવિઝન કરે છે. ત્યારે તેમણે ખટોદરા પોલીસ મથકમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




