તાલાલા,તા.૧
ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.
આ પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કરવાની અરજી ફગાવી દીધા બાદ તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ ભગા બારડની અરજી પર સૂનાવણી હાથ ધરી હતી. ભગા બારડે તાલાલા વિધાનસભા પેટાચૂંટણી પર સ્ટેની માગ કરી હતી, જેથી તેઓ કોઇ પણ સંજાગોમાં આ કેસમાંથી પાછા ફરવા માંગતા નહોતા, જેથી તેમને હાઇકોર્ટમાં પછડાટ ખાદ્યા બાદ સુપ્રીમમાં પહોંચ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



