સુરત, તા. ૮
લીંબાયત માર્કડેશ્વર મંદિર સામે પ્રતાપનગરમાં છેલ્લી બે વર્ષથી કોઇપણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી વગર દવાખાનુ ચલાવતા રમેશ વૈકટેયા ચિંતાલુરીથી સામે લીંબાયત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
લીંબાયત પોલીસે ઈપીકો કલમ ૪૧૯ તથા મેડિકલ પ્રેક્ટિસ નર્સ એકટ કલમ ૩૦ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લીંબાયત વિસ્તારમાંથી ભૂતકાળમાં અનેક બોગસ તબીબો ઝડપાયા છે દરમિયાન વધુ એક બોગસ તબીબને ગઈકાલે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





