અંજાર GETCO સબ સ્ટેશનમાં બ્લાસ્ટથી અડધા કરોડનું નુકસાન, વીજળી ગુલ

0
874

અંજારઃ GETCOના અંજારમાં આવેલાં 220 કેવી વીજ સબસ્ટેશનમાં બ્લાસ્ટ થતાં સમગ્ર અંજાર શહેર અને આસપાસના દસથી પંદર ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી.

કચ્છ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર આર.ડી.મેઘાણીએ જણાવ્યું કે, આંબાપર ફીડરનો રીટર્ન ફૉલ્ટ થતાં આ દુર્ઘટના ઘટી હતી. વીજ તંત્રની ટેકનિકલ ભાષામાં આવા ફૉલ્ટને ‘રીફ્રેક્ટેડ ફૉલ્ટ’ કહેવાય છે. ફૉલ્ટ થતાં સબ સ્ટેશનમાં રહેલી 24 પેનલ પૈકી 8 પેનલમાં ધડાકો થતાં તે સંપુર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. એક પેનલ અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતની હોય છે તેમ જણાવી મેઘાણીએ બ્લાસ્ટના કારણે 50થી 60 લાખનું જંગી નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બ્લાસ્ટના કારણે અંજાર શહેરને સપ્લાય થતો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને શહેરીજનોને ભરઉનાળે આકરી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. તો, આસપાસના દસથી પંદર ગામોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આજે રાત્રિ સુધીમાં ફૉલ્ટ રીપેર થઈ જતાં અંજાર શહેર અને અમુક ગામોમાં વીજ પુરવઠો બહાલ થવાની શક્યતા છે.

રિપોર્ટર : ગૌતમ બુચિયા
મો.9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY