ઓલ્ડ મૈસુરની મોટી ભૂમિકા ચાવીરૂપ: અહીં બાવન સીટો

0
67

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લોર, તા. ૩૦
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક મૈસુરની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. મૈસુર પોતાની વિશેષતાઓ માટે દેશભરમાં ઓળખાય છે પરંતુ હવે ચૂંટણીમાં પણ તેની ચાવીરુપ ભૂમિકા રહેશે. કર્ણાટકમાં સત્તા કબજે કરનાર કોઇપણ પાર્ટીને અહીં શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. મૈસુરના વલણથી કર્ણાટકના પરિણામ નક્કી થશે. મૈસુર શહેરમાં ૧૧ વિધાનસભા સીટો આવે છે પરંતુ ઓલ્ડ મૈસુર નામથી જે ક્ષેત્ર છે તે હેઠળ આઠ જિલ્લા અને બાવન વિધાનસભા સીટો છે. આ એ વિસ્તાર છે જ્યાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પાર્ટી જેડીએસના ગઢ તરીકે છે. છેલ્લી ચૂંટણીમાં જેડીએસને રાજ્યમાં ૪૦ સીટો મળી હતી જે પૈકી ૨૦ સીટો ઓલ્ડ મૈસુરમાંથી મળી હતી. દેવગૌડા જે જાતિના છે તે વોક્કાલિંગા સમુદાયના લોકો અહીં વધારે છે. કોંગ્રેસની સ્થિતિ પણ અહીં સારી છે. વર્ષ ૨૦૧૩ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ ક્ષેત્રમાંથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ ક્ષેત્રમાંથી બાવન પૈકી ૨૫ સીટો મળી હતી : મૈસુર નિર્ણાયક બનશે ૨૫ મળી હતી. લોકસભાની છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રની ૩૪ વિધાનસભા સીટ પર કોંગ્રેસ લીડ મળી હતી. કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે અહીં ટક્કર રહી છે. ભાજપની સ્થિતિ અહીં ખુબ નબળી રહેલી છે. મોદી લહેરમાં પણ લોકસભા ચૂંટણી વેળા ભાજપને આ ક્ષેત્રમાં માત્ર ૧૦ સીટો મળી હતી.
આ વખતે પણ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જ સ્પર્ધા છે પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ મોદીના જાદુ ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે. પાર્ટીના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, કર્ણાટક પહેલા જે રાજ્યમાં ચૂંટણી યોજાઈ છે ત્યાં ભાજપની જીત થઇ છે. લોકો શાંતિ સાથે પરિવર્તન માટે મતદાન કરે છે જેથી આ વખતે કોંગ્રેસ પાર્ટીને પછડાટ આપવામાં સફળતા મળશે તેમ ભાજપ માને છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY