બદ્રીનાથના પ્રવેશ દ્ધાર ખુલતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

0
92

(સંપૂર્ણ સમાચાર સેવા)
દહેરાદુન,તા. ૩૦
બાબા કેદારનાથ બાદ આજે વહેલી સવારે ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે બદ્રીનાથ મંદિરના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા હતા. મંદિરના કપાટ અથવા તો પ્રવેશ દ્વારા ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો શરૂ થઇ ગયો હતો. શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંદિરના પ્રવેશ દ્ધાર ખુલે તેવી રાહ જાઇ રહ્યા હતા.ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામ ખુ લોકપ્રિય અને પ્રસિદ્ધ પણ છે. આ મંદિર હિન્દુ શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર તરીકે પણ છે. ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે સ્થિત આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બદ્રીનાથ મંદિરના કપાટ પણ બાબા કેદારનાથની જેમ જ વર્ષમાં છ મહિના માટે જ ખુલે છે. જે એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાના પ્રથમ પખવાડિયામાં દર્શન માટે ખોલી નાંખવામાં આવે છે. આશરે છ મહિના સુધી પુજા અર્ચના ચાલ્યા બાદ નવેમ્બરના બીજા સપ્તાહમાં મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. બદ્રીનાથ મંદિરની પાસે એક કુન્ડ છે. જે તુપ્ત કુન્ડ કહેવામાં આવે છે. જેમાંથી ગરમ પાણી નિકળે છે. આ કુન્ડમાં સ્થાનનુ ધાર્મિક મહત્વ તો છે જ સાથે સાથે આના કારણે આરોગ્ય લા પણ થાય છે. બદ્રીનાથ ધામ બે પર્વતની વચ્ચે સ્થિત છે. આને નર નારાયણ પર્વત કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુના અંશ નર અને નારાયણે તપસ્યા કરી હતી. નર આઈગામી જન્મમાં અર્જુન અને નારાયણ શ્રીકૃષ્ણ થયા હતા. બદ્રીનાથના પુજારી શંકરાચાર્યના વશંજ હોય છે. જે રાવલ તરીકે ઓળખાય છે. બદ્રીનાથ ધામના મહત્વને આ બાબતથી સમજી શકાય છે કે ભગવાન વિષ્ણુએ પોતે કહ્યુ છે કે કલિયુગમાં તેઓ પોતાના ભક્તોને બદ્રીનાથમાં મળશે. પુરાણોમાં બદ્રીનાથને પૃથ્વી પર બૈકુન્ઠની ઉપમા મળી ચુકી છે. કારણ કે અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. આ ધામની વિશેષતા એ છે કે આને સતયુગમાં મુક્તિપ્રદા, ત્રેતામાં યોગ સિદ્ધીદા, દ્ધાપરમાં વિશાલા અને કલિયુગમાં બદ્રીકાશ્રમ તરીકે ઓળખ મળી છે. બાબા બદરીનાથના દર્શન કરવા માટે છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. દરેકબાજુ બરફની ચાદર વચ્ચે આ મંદિરની ખુબસુરતી અભૂતપૂર્વ રહે છે. આ વર્ષે ચાર ધામની યાત્રા ૧૮મી એપ્રિલના દિવસે શરૂ થઇ હતી. એ દિવસે ગંગોત્રી અને યમનોત્રીના પ્રવેશદ્વારને ખોલી દેવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭ના ૪.૦૯ લાખ શ્રદ્ધાળુઓએ ગંગોત્રીમાં, ૩.૯૨ લાખ શ્રદ્ધાળુઓએ યમનોત્રીમાં, ૪.૭૧ શ્રદ્ધાળુઓએ કેદારનાથમા અને ૮.૮૫ લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથમાં દર્શન કર્યા છે. રાજ્ય સરકારને આશા છે કે, આ વખતે કુલ શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંકડો ૩૦ લાખ સુધી પહોંચી શકે છે. અત્રે નોંધનીય છે કે કેદારનાથ ધામના પ્રવેશ દ્વાર અથવા તો કપાટ શ્રદ્ધાળુઓના દર્શન માટે ગઇકાલે રવિવારના દિવેસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપÂસ્થતિ વચ્ચે તથા મંત્રોચ્ચાર વચ્ચે ખુલી ગયા હતા. બાબા કેદારનાથના દ્વાર ખુલી ગયા બાદ હવે શ્રદ્ધાળુઓનો જારદાર ધસારો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેદારનાથ મંદિરના પ્રવેશદ્વાર ૨૯મી એપ્રિલના દિવસે દિવસે સવારે ૬.૧૫ વાગે ખોલી દેવામાં આવ્યા હતા. આ પહેલા ઉમીમઠના ઓમકારેશ્વર મંદિરથી ૨૬મી એપ્રિલના દિવસે ભગવાન શિવની પાલખી કેદારનાથ માટે રવાના કરવામાં આવી હતી જે મંદિરમાં સવારે પહોંચ્યા બાદ બાબા કેદારનાથના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખુલી ગયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY