સુજલામ સુફલામ જળ અભિયાનથી રાજ્યમાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે : રૂપાણી

0
20

ભરૂચ-અમદાવાદ,
તા.૧/૫/૨૦૧૮

ગુજરાત સ્થા૫ના દિવસ નિમિત્તે ભરૂચ, અમદાવાદ સહિતના શહેરોમાં ઉજવણી

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં થઇ. સવારે નવ વાગ્યાના અરસામાં કોસમડી તળાવે સુજલામ સુફલામ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવામાં આવી. અહી તેઓ જાહેર સભાને સંબોધી. ત્યાર બાદ ૧૧ વાગ્યાના અરસામાં શુકલતીર્થે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવી, જાહેરસભાને સંબોધન કરી. યાત્રાધામ વિકાસ માટે ૪૦ કરોડના વિકાસકામોનું ભુમિપૂજન પણ સીએમના હસ્તે કરવામાં આવી. સીએમ રૂપાણી બાર વાગ્યાના અરસામાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજીત ભરૂચની વિરાસત પ્રદર્શનની મુલાકાત લીધી. બાદમાં એપ્રેન્ટીસશીપ યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થત રહ્યા.

રાજય સરકાર દ્વારા આજથી એક મહિના સુધી ‘સુજલામ સુફલામ જળસંચય યોજના’નો પ્રારંભ રાજ્યભરમાં કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા રાંદરડા તળાવ ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત રાજ્યના ૧૩૦૦૦ તળાવો, ચેકડેમો ઊંડા કરવામાં આવનાર છે જે પૈકી રાજકોટ જિલ્લામા કુલ ૨૧૫ જળાશયો પુનઃજીવિત કરવામાં આવશે. સાથે જ ૨૪ મોટા અને ૨૧૫ નાના તળાવો ઊંડા કરી તેમાંથી કાપ કાઢવામાં આવશે. તળાવો અને ડેમોમાંથી નીકળેલ કાપ ને ખેડૂતો તેમજ જરૂરિયાત તમામ લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે. માનવામાં આવે છે કે આ યોજનાથી આવતા દિવસોમાં જળની સંગ્રહ શક્તિ વધશે અને સૌરાષ્ટની પાણી પરિસ્થતિ ભૂતકાળ બની જશે.

ઝાડેશ્વરમાં મશાલ પીટી બની લોકોના આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઇ રહી છે તેની પહેલા વીતી રાતે ઝાડેશ્વર વિસ્તારમાં મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌરવદિનને ઉજાગર કરતી ભવ્ય મશાલ પીટીનું આયોજન કરાયું હતું. જેમાં હાથમાં મશાલો સાથે પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે અવનવા આકારો નું સર્જન કરી મનોહારી દ્રશ્યોનું સર્જન કર્યુ હતુ. મશાલ થકી આ અનોખી પ્રસ્તુતિએ સૌકોઇના મન મોહી લીધા હતા

અમદાવાદમાં ઇન્દુ ચાચાની પ્રતિમાને પૂષ્પાંજલી

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે. અમદાવાદના લાલ દરવાજા સ્થીત આવેલી મહાગુજરાત ચળવણના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને સીએમએ ફૂલાંજલી અર્પી છે. આ સાથે જ ગુજરાત સ્થાપના દિવસની આજની ઉજવણીનો આરંભ થયો છે. મહત્વનુ છે કે રાજય કક્ષાની ઉજવણી આ વખતે ભરૂચમાં થઇ રહી છે. સીએમ રૂપાણી ભરૂચ અને આસપાસના વિસ્તારમાં અનેક વિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY