નાંદોદના જુનારાજ પરણાવેલી યુવતીને લગ્ન માં જવાની ના પાડતા દવા પી મોત વ્હાલું કર્યું 

0
23

ડેડીયાપાડા ના બોગજ ગામની અને જુનારાજ ખાતે પરણેલી હસીનાબેન ને લગ્ન માં જવાની પતિ એ ના પાડતા ઝેરી દવા પી લેતા મોત ને ભેટી

રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામમાં રહેતી હસીના ના લગ્ન નાંદોદના જુનારાજ ગામે રહેતા રોહિત સુનિલ વસાવા સાથે થયા હતા બંને નું લગ્ન જીવન રાબેતા મુજબ ચાલ્યું પરંતુ ગત અઠવાડિયે હસીનાબેન ને લગ્ન માં જવાનું હોઇ અને પતિ રોહિત ને પૂછતાં રોહિતે લગ્ન માં જવાની ના પાડતા હસીનાએ જઝરી દવા પી લેતા એને સારવાર માટે દાખલ કરાઈ હતી પરંતુ એનું સારવાર દરમિયાન મોત થતા, હસીનાના માતા પિતા ન હોવાના કારણે એના કાકા મણિલાલ માનસિંગ વસાવાએ આ બાબતે હસીનાના પતિ વિરુદ્ધ રાજપીપલા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે રોહિતે એની પત્ની ને મરવા માટે મજબુર કરી હોવાની ફરિયાદ દાખલ કરી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ રાજપીપલા પોલીસ સ્ટેશન ના પી આઈ આર એસ તાવીયાડ કરી રહ્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લગ્ન માં જવાની ના પાડવી એ કોઈ આત્મહત્યા કરી લેવા માટે મોટું કારણ પ્રથમ દ્રષ્ટિએ ગની ન શકાય માટે પોલીસે હસીના વિશે તલસ્પર્શી માહિતી મેળવી રહી માટે લોકચર્ચા 3 છે કે આવા કેસ માં સંપૂર્ણ તપાસ થયા બાદ જ કલમો લગાવી શકાય નઈ તો ક્યારેક બેગુનાહ વ્યક્તિ પણ કાયદાની કલમો માં ભેરવાઈ જય માટે આ બાબતે જિલ્લા અધિક્ષક સાહેબે પણ જરૂરી ધ્યાન આપવું પડે તેમ છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY