વડાપ્રધાને રાયબરેલીની અત્યાધુનિક માર્ડન રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી
રાયબરેલી,તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વખત સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીના પ્રવાસ પર છે. આજે થોડા સમય પહેલા જ વડાપ્રધાને રાયબરેલીની અત્યાધુનિક મોર્ડન રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી. જ્યાં તેમણે રોબોટિક લાયન્સનું નિરિક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીએ રાયબરેલીમાં જ આ જ વર્ષે જ બનેલા ૯૦૦માં ડબ્બાને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે જ મોદીએ આ ઉત્પાદન ક્ષમતાને વધારીને ૫૦૦૦ ડબ્બાઓ સુધી લઈ જવાની યોજના બનાવી છે.
પીએમ મોદીએ આ દરમિયાન પ્રયાગરાજમાં કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી.
રફાલ ડીલ પર તેમની સામે કોંગ્રેસ દ્વારા થઈ રહેલા આક્ષેપો વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે શું કોંગ્રેસ એટલા માટે ભડકી છે કે કેન્દ્ર સરકાર જે સંરક્ષણ સોદો કરી રહી છે. તેમા કોઈ ક્વોત્રોકી મામા અથવા ખ્રિશ્ચિયન મિશેલ અંકલ નથી? તેમણે કહ્યું છે કે દેશ જાઈ રહ્યો છે કે કોંગ્રેસ અને ભાજપના વિરોધી એવી શક્તિઓની સાથે ઉભા છે કે જેઓ ભારતની સેનાને મજબૂત થવા દેવા ઈચ્છતા નથી.
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે ભારતની જીતને યાદ કરતા કહ્યું છે કે આજના દિવસે ૧૯૭૧માં આતંક, અત્યાચાર અને અરાજક શક્તિઓને ધૂળ ચટાડવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતુ કે એક પક્ષ સરકારનો છે કે જેની કોશિશ રહી છે કે સેનાની શક્તિ વધે, બીજા પક્ષ કોઈપણ કિંમતે દેશને કમજાર કરવા ચાહે છે. દેશ જાઈ રહ્યો છે કે કોંગ્રેસ અને વિરોધીઓ ભારતીય સેનાને મજબૂત નહીં થવા દેવા માંગતી શક્તિઓ સાથે ઉભા છે. આવા લોકોની કોશિશોને ક્યાં દેશોમાંથી સમર્થન મળી રહ્યું છે, તે દેશ જાઈ રહ્યો છે. કેટલાક નેતા એવી ભાષા બોલી રહ્યા છે કે તાળીઓ પાકિસ્તાનમાં વગાડવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે કેટલાક લોકોને સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ પ્રધાન, વાયુસેના, ફ્રાંસની સરકાર અને ત્યાં સુધી કે ભારતની સુપ્રીમ કોર્ટની વાત પણ ખોટી લાગે છે. જૂઠ્ઠાણું ચાહે જેટલું પણ બોલવામાં આવે તેવામાં જાન હોતી નથી. કારગીલ બાદ સેનાએ આધુનિક વિમાનોની જરૂરત હોવાનું જણાવ્યું હતું. બાદમાં કોંગ્રેસે દશ વર્ષ શાસન કર્યું, પરંતુ વાયુસેનાને મજબૂત થવા દેવામાં આવી નહીં. આખરે કોના દબાણમાં આમ કરવામાં આવ્યું? તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસ એટલા માટે ભડકી છે કે કેન્દ્ર સરકાર જે સંરક્ષણ સોદા કરી રહી છે. તેમા કોઈ ક્વોત્રોકી મામલા અથવા મિશેલ અંકલ નથી?
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે રાયબરેલીની કોચ ફેક્ટરીને પૂર્ણ ક્ષમતાથી કામ કરવામાં દેવાતું ન હતું અને પહેલા માત્ર ત્રણ ટકા મશીનો જ કામ કરી રહ્યા હતા. હવે ભાજપની સરકારના કાર્યકાળમાં ફેક્ટરીના તમામ મશીનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આજે તેઓ એવી ભૂમિ પર છે કે જેણે દેશને દરેક ક્ષેત્રમાં દિશા દેખાડી છે. આગામી બે વર્ષમાં આ કોચ ફેક્ટરીમાં ત્રણ હજાર નવા કોચ બનવા લાગશે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે આ ફેક્ટરી ૨૦૦૭માં મંજૂર થઈ હતી. ઉદેશ્ય હતો કે અહીં વર્ષમાં એક હજાર કોચ બનાવવામાં આવે. પરંતુ ૨૦૧૦માં તેનું કામ શરૂ થયું, પરંતુ ચાર વર્ષ સુધી કપૂરથલાથી કોચ લાવીને પેચ કસવાનું અને પેઈન્ટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. દુનિયાની સૌથી મોટી કોચ ફેકટરી બનાવવાના લક્ષ્ય સાથે રાયબરેલીની કોચ ફેક્ટરીમાં દર વર્ષે પાંચ હજાર કોચનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચાર વર્ષ સુધી ત્રણ ટકા મશીનોનો જ ઉપયોગ થયો, ભાજપની સરકાર બન્યાના ત્રીજા મહીનાથી જ પહેલો કોચ સંપૂર્ણપણે અહીંથી નિર્માણ પામીને બહાર નીકળ્યો હતો. મોદી-મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે મંચ પરથી વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે તમારા પ્રેમ અને ઉત્સાહને આંખ માથે ચઢાવું છું. પરંતુ બીજાને પણ સાંભળવા દો. જા કોચ ફેક્ટરીની ક્ષમતા વધશે, તો અહીંના યુવાનો માટે દરેક પ્રકારનો રોજગાર વધશે. એ દિવસ માટે વિચારો, જ્યારે અહીં દરરોજ ૧૦થી ૧૨ કોચ બનવા લાગશે. તેઓ ઈચ્છી રહ્યા છે કે આગામી વર્ષે માર્ચ સુધીમાં આ ફેક્ટરીમાંથી ૧૪૦૦ નવા કોચ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવે. તેમની કોશિશ પાંચ હજાર કોચના નિર્માણ સુધીના લક્ષ્યે પહોંચવાની છે.
અમે પૂરા પ્રયત્નો કરી રહ્યાં છીએ કે ભારતની સેના નબળી ન પડે. અમારા માટે જીવની બાજી લગાવનારા સૈનિકોને મજબુત કરવા એ અમારો ઉદ્દેશ્ય છે. હું તે સૈનિક અને તેના પરિવાર પ્રત્યે જવાબદાર છું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી સરકાર તે લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર હશે, કોઈ એક પરિવાર પ્રત્યે નહીં. આ માટે કડકમાં કડક નિર્ણયો લેવામાં પણ અમે પીછેહટ નહીં કરીએ.
જા ૨૦૧૪ બાદ કોંગ્રેસની સરકાર બની હોત તો તેજસ વિમાન ડબ્બામાં બંધ કરી દેવાયા હોત. યુપીએ સરકર દરમિયાન તેજસ પ્રોજેક્ટને નબળો કરાયો. આ પ્રોજેક્ટ પહેલેથી અટકેલો હતો, કોંગ્રેસે તેને મજબુત કરવાની કોશિશ ન કરી. અમારી સરકાર આવી તો ૨૩ તેજસ વિમાનોની ખરીદીને મંજૂરી આપી. છેલ્લા બે વર્ષમાં એચએએલને ૧૪૦૦ કરોડની મંજૂરી અપાઈ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



