હવામાન વિભાગ ખોટું પડ્યું! આગાહી કરી પૂર્વોત્તરની અને વિનાશ થયો ઉત્તરી રાજ્યોમાં!?

0
14

ન્યુ દિલ્હી,
તા.૩/૫/૨૦૧૮

દેશમાં પ્રી મોનસૂન સીઝનની શરૂઆત માર્ચમાં થઈ જતી હોય છે અને મે માસ દરમિયાન તેની શક્યતાઓ જાવા મળે છે. પ્રી મોનસૂનમાં તોફાન, રેતીલી આંધી, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડુ જેવા જીવલેણ વાતાવરણ જાવા મળે છે. બુધવારે દિલ્હી, રાજસ્થાન,યુપી અને આંધ્રના ક્ષેત્રોમાં તોફાન અને વરસાદની આવી જ પ્રી મોનસૂનની સ્થતિ જાવા મળી હતી. જા કે હવામાન ખાતાએ આવી સ્થતિનું નિર્માણ થશે તેની ચેતવણી આપી હતી, પરંતુ પૂર્વોત્તર રાજયોને લઈને આ ચેતવણી આપી હતી, જ્યારે વાતાવરણ બગડ્યું હતું ઉત્તરી રાજ્યોમાં.

મેના પ્રથમ અઠવાડિયામાં ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલાં એક અનુમાન મુજબ ૧લી મેથી ૪ મે સુધીમાં પૂર્વી ભારત અને ઉત્તર-પૂર્વી ભારતમાં તોફાનની સ્થતિનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું. પરંતુ આ અનુમાનમાં રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ઓછું દબાણ સર્જાશે, તોફાન કે વરસાદની સંભાવનાનો ઉલ્લેખ કરાયો ન હતો. ત્યારે ફરી એક વખત સવાલ થયા કે શું પ્રી મોનસૂન લક્ષ્ણો પકડવામાં ફરી એકવખત દેશનું હવામાન ખાતું ફેઈલ થઈ ગયું છે?

ભારતીય હવામાન વિભાગના અનુમાન ઉપરાંત દેશની પ્રમુખ ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ દ્વારા પણ મેના પ્રથમ અઠવાડિયાનું અનુમાન ૧લી મેનાં રોજ જાહેર કર્યું હતું. સ્કાઇમેટના અનુમાન મુજબ દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ૧લી મે સુધીમાં કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ જાવા મળશે. તો ૨ મેનાં રોજ પ્રી મોનસૂન ફરી શરૂ થશે.

આ પ્રી મોનસૂન દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ક્ષેત્રોમાં પ્રી મોનસૂનની અસર જાવા મળશે. સ્કાઇમેટ મુજબ આ દરમિયાન ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ જાવા મળશે જેના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધી-તોફાન જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY