(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૩
નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. નિર્દેશક સાજિદ ખાન ફરી એકવાર આ ફિલ્મ સાથે જાડાઇ ગયા છે. તેઓ નિર્દેશન કરવા માટે રાજી થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૩ ફિલ્મ વેળા તેઓ અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-૨ અને હાઉસફુલનુ નિર્દેશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જાડાયેલા રહ્યા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડ્યો હતો. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડ્યો હતો. હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ નતી કે ચોથા ભાગમાં કલાકાર કોણ રહેશે. કારણ કે કલાકારોના નામની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૯ની ઇદ પર પર સલમાનન ખાનની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે તેની ફિલ્મ ભારત રજૂ કરવામાં આવનાર છે. જેની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. હાઉસફુલ સિરિઝના તમામ કલાકારોને રાખવામાં આવી શકે છે. ફિલ્મમાં તમામ ગ્લેમર અભિનેત્રીઓને સામેલ કરવા માટેની તૈયારી ચાલી રહી છે. આ વખતે ઇશા ગુપ્તા પણ જાવા મળી શકે છે. ટુંકમાં જાહેરાત કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





