જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ દ્વારા રાજપીપલાના આંગણે જિલ્‍લાકક્ષાના  સમર કોચીંગ કેમ્પનો પ્રારંભ 

0
44

રાજપીપલા સહીત જિલ્‍લા ભરના 210 જેટલા બાળકો આ કેમ્પમાં જોડાયા, નિષ્ણાત કોચ દ્વારા કોચિંગ, પોષ્ટીક નાસ્તો અને સ્પોર્ટ કીટ પણ અપાઈ

રાજપીપળા – ગુજરાત સરકાર ના  જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ દ્વારા રાજપીપલાના આંગણે જિલ્‍લાકક્ષાના  સમર કોચીંગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 210 જેટલા બાળકોએ ભાગ લીધો છે. વેકેશન માં બાળકો મોબાઈલ અને ટીવી માં પોતાનું વેકેશન ના ગાળી રમતો પર ધ્યાન આપે એટલુંજ નથી રાજ્યમાંથી વિવિધ રમતો માં ખેલાડીઓ પણ તૈયાર થાય જેવા હેતુ થી વેકેશન માં સમર કોચિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.

શૈક્ષણીક સત્ર પૂર્ણ થયાબાદ ઉનાળા વેકેશન માં બાળકો ટી,વી, વીડીયોગેમ, અને મોબાઈલ માં વ્યસ્ત થઇ જતા હોય છે અને શારીરિક કસરત કોઈ મળતી નથી જેથી વેકેશનનો સમયગાળો બાળકોના સ્વાસ્થ્ય-તંદુરસ્તીની જાળવણીની સાથે સાથે આનંદમયી બની રહે છે. જે માટે રાજ્ય સરકારે આ સમર કેમ્પનું આયોજન કર્યું છે જિલ્લા ના સિનિયર કોચ વિષ્ણુ વસાવા સહીત વિવિધ રમતોના કોચો સુંદર આયોજન કરી તાલીમ આપી રહ્યા છે.

રાજપીપલા ખાતે ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્‍લાકક્ષાના 10 દિવસીય સમર કોચીંગ કેમ્પ નું આયોજન જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો, રાજપીપલા સહીત જિલ્‍લા ભરના 210 જેટલા બાળકો આ કેમ્પમાં જોડાયા, આ સમર કેમ્પ દરમ્યાન નિષ્ણાત કોચ દ્વારા કોચિંગ આપવામાં આવશે, સાથે પોષ્ટીક નાસ્તો અને સ્પોર્ટ કીટ માં ટોપી, ટીશર્ટ પણ અપાવામાં આવી જેમાં કેમ્પ માં જોડાવા ખેલાડીઓની ભીડ જામી છે. કુલ 7 રમતો પર ભાર મૂકવામા આવી છે જેમાં જુડો-કરાટે, સ્વિમિંગ, બેટમિન્ટન, ફૂટબોલ, ખોખો, તાઈકવોન્દો જેવી રમતોના કોચ દ્વ્રારા તાલીમ અપાઈ રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY