ઈતિહાસથી બોધપાઠ લેવામાં હિન્દૂ-જૈન કાચા પૂરવાર થયા ગોવાના જૈન દેરાસરો તોડીને ચર્ચમાં બદલવામાં આવ્યા

0
137

સુરત,
તા.૧૩

ઈતિહાસથી ઘણું બધું શીખવા મળે છે. જેઓ ભૂતકાળના ઘટના-પ્રસંગોથી બોધપાઠ નથી લેતા, તેઓ ભવિષ્યને સુરક્ષિત કરી શકતા નથી. આ કમનસીબી છે કે આધુનિક સમાજને વાહિયાત વાતોમાં રસ છે. ભારતીય સંસ્કૃતિનો પાછલા ૨૫૦૦ વર્ષનો ઈતિહાસ સંઘર્ષમય, વિકટ, પીડાદાયક તેમજ નુકસાનદાયક રહ્યો છે. ગોવામાં જૈન મંદિરો તોડીને ચર્ચમાં તબ્દીલ કરાયા હતા. કામરેજ ખાતે બસેરા સોસાયટીમાં જાહેર પ્રવચન આપતાં ક્રાંતિકારી પ્રવચનકાર આચાર્ય વિમલસાગરસૂરિજીએ શ્વેતાંબર વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ તથા શ્વેતાંબર તેરાપંથ જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ધર્મસભામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકો સમક્ષ ઉક્ત વાત કરી હતી.

આચાર્ય વિમલસાગરસૂરિજી મહારાજે આગળ કહ્યું હતું કે આજથી ૫૦૦ વર્ષ પહેલા ગોવા જૈન સામ્રાજ્ય હતું રાજા કદંબ ત્યાંના શાસક હતા. પણ ખ્રિસ્તી પાદરી ફ્રાંસીસ ઝેવીયરના ગોવા આગમન બાદ જૈન સામ્રાજ્યનો ક્રુર વિનાશ થયો. ધર્મ પરિવર્તન નહી કરાતા ૨૨૦૦૦ (બાવીસ હજાર) જૈન યુવકોને તોપના મોઢે બાંધી જીવતા ઉડાડયા હતા. આ લોહીયાળ ક્રૂર કૃત્ય બદલ પુર્તગાલ દેશે ફાદર ઝેવીયરને ‘સેંટ ઝેવીયર’ તરીકે નવાજ્યા. આગળ જતા એ સેંટ ઝેવીયરના નામે ભારત દેશમાં હજારો શિક્ષણ સંસ્થાઓ સ્થપાઇ જેમાં પોતાના બાળકોને ભણાવી હિન્દૂ અને જૈન સમાજ પોતાને ગૌરવશાળી સમજે છે.

આજની પુર્તગાલ અને ગોવાની સેન્ટ્રલ લાઈબ્રેરી, કોંકણા લેખોના ઐતિહાસિક દસ્તાવેજા અને ગોવાના ખંડહર જૈન મંદિરો તથા ચર્ચો ઐતિહાસિક હકીકતોને સિદ્ધ કરે છે. ગોવાના જૈન દેરાસરો તોડીને એમને ચર્ચમાં બદલવામાં આવ્યા હતા. આજે પણ ગોવામાં ૫૦ ટકા ચર્ચો અંદરથી જૈન મંદિર હોવાના સ્પષ્ટ પુરાવા આપે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY