સરકારી અધિકારીને એક કરતા વધુ ઘર ફાળવવાનો અધિકાર નથીઃ હાઇ કોર્ટ

0
15

મુંબઈ,
તા.૪/૫/૨૦૧૮

સરકારી યોજનામાં એક કરતા વધુ ઘર આપવાનો અધિકાર કોઇને પણ નથી પછી ભલે તે હાઇ કોર્ટના ન્યાયાધીશ હોય કે સુપ્રીમ કોર્ટના, એવો સ્પષ્ટ મત વ્યકત કરીને મુંબઈ હાઇ કોર્ટે આ સંદર્ભે નારાજગી વ્યકત કરી હતી. મુંબઈમાં પોતાનું ઘર હોય તેવા વરિષ્ઠ સરકારી અધિકારીઓને થાણે અથવા નવી મુંબઈમાં ફરી ઘર આપવાની જરૂર જ શું છે? એવો સવાલ કરીને આ સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શુક્રવાર સુધીમાં ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે તેમ જ ઘર આપતી વખતે રાજ્યની બહારથી આવેલા ન્યાયાધીશ માટે ડોમિસાઇલની શરત કેમ હળવી કરવામાં આવી?, એવો સવાલ પણ હાઇ કોર્ટે કર્યો હતો.

ઘણી વાર મુંબઈમાં પોતાનુ ઘર હોવા છતાં આઇપીએસ, આઇએએસ અધિકારી, ન્યાયાધીશ, સાંસદ, વિધાનસભ્ય આ બધાને થાણેમાં અથવા નવી મુંબઈમાં પામબીચ રોડ પર ઘર જાઇએ છે. તેમ જ સરકારી યોજનામાંથી મળેલું ઘર કુટુંબની વ્યક્તના નામે કરી જાતે ફરી નવી યોજનામાં ઘરની અરજી કરે છે. આ વસ્તુને રોકવી પડશે અને તે માટે રાજ્ય સરકારના પ્રમુખ હોવાને નાતે મુખ્ય પ્રધાને ઠોસ પગલાં લેવા જાઇએ, એવો નિર્દેશ આપીને હાઇ કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને મુખ્ય પ્રધાન સાથે આ અંગે ચર્ચા કરી આગામી સુનાવણીમાં મુખ્ય પ્રધાનને ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY