મુખ્યમંત્રીના હસ્તે જળસંચય અભિયાન હેઠળ તળાવ બ્યુટીફિકેશનનો પ્રારંભ

0
13

રાજકોટ,
તા.૫/૫/૨૦૧૮

રાજકોટના રેસકોર્સ-૨ની નવી ઓળખ બનશે ‘અટલ સરોવર’

મહાનગરપાલિકા દ્વારા નવા રેસકોર્સ પાસે આવેલા તળાવમાંથી માટી, પથ્થર દૂર કરી ત્યાં બ્યુટીફિકેશન કરવામાં આવી છે. આ બ્યુટિફિકેશનને પગલે હાલ જળસંચય અભિયાન હેઠળ કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. આજે આ કામગીરીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ તળાવને ‘અટલ સરોવર’ નામ આપવામાં આવ્યું હતું.

કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, નવા રિંગ રોડ પર રેસકોર્સ ૨ એરિયામાં રૈયા વિસ્તારમાં આશરે ૪૫ એકરમાં પથરાયેલા નેચરલ તળાવને વધુ ઊંડું ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તળાવમાંથી કાંપ કાઢી ૬ મીટર ઊંડાઈ વધારવામાં આવશે.

આ તકે ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન સહીત સ્થાનિક ભાજપના તમામ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ જેસીબી ચલાવ્યું હતું. જ્યારે તેમના પત્ની અંજલીબેને હાથમાં કુહાડી લઈને ખોદકામ કર્યા બાદ આ માટી ભરી તગારૂ ઉઠાવી માટી બહાર ફેંકી હતી. આ દ્રશ્યો જાઈને હાજર રહેલા સૌ-કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. આ તળાવને મુખ્યમંત્રી દ્વારા ‘અટલ તળાવ’નું નામ આપવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY