સુરત,
તા.૪/૫/૨૦૧૮
સુરતને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ત્યારે આ માન્ચેસ્ટરની હાલત છેલ્લા એક વર્ષથી બદતર થતી જાય છે. હાલ જીએસટી બાદ કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ત્યારે જીએસટી અને ત્યારબાદ આવેલા ઇ-વે બિલની જંજાળથી વેપારીઓ પરેશાન થઇ ગયા છે.
સુરત આજે ભારત દેશના કાપડના ઉત્પાદનનું ૭૦ ટકા જેટલું કાપડનું ઉત્પાદન કરી રહ્યું છે. જાકે સરકારની ઉદાનસીનતાને લઇને આ ઉદ્યોગ મંદીમાં ધકેલાઇ રહ્યો છે. સુરતના કાપડ ઉદ્યોગને જ્યારથી જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યો ત્યારથી લઇને કાપડનું ઉત્પાદન ૫૦ ટકા જેટલું થઇ ગયું છે. પહેલા ૪ કરોડ મીટર કાપડનું ઉત્પાદન હતું જે આજે ૨ કરોડ મીટર ઉપર આવી ગયું છે. આ ઉપરાંત ૪ લાખ જેટલા કારીગરો પણ બેરોજગાર થઇ ગયા છે. જેને લઇને ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે.
વેપારીઓની અનેક માંગો જીએસટી બાદ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ પ્રકારની કોઇપણ માંગોને માનવામાં નથી આવી રહી. જેને કારણે કાપડનું પ્રોડક્શન ઘટી ગયું છે. તો ભણતરના અભાવે ઇવે બિલ વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.
હાલ તો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પરેશાની ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આ ઉદ્યોગ પર કાયમી ધોરણે તાળા લાગી જાય તે પહેલા સરકાર પગલા ભરી આ ઉદ્યોગને નવજીવન આપે તેવી માંગ ઉઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





