રનીંગ ટ્રેનને ઉથલાવવા માટેનો પ્રયાસ ત્રણ મહિનામાં બીજી વખત ગતરાત્રિના થયો છે. સુરત અને ઉધના વચ્ચે ટ્રેક ઉપર લોખંડનો પાટો મુકીને ગોલ્ડન ટેમ્પલને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને કારણે ટ્રેનને વીસ મિનિટ રોકી રાખવી પડી હતી. બનાવ અંગે સુરત રેલવેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગતરાત્રિના સુરતથી મુંબઇ તરફ ઉપડેલી ગોલ્ડન ટેમ્પલ (૧૨૯૦૪)ના એન્જિન સાથે સુરત અને ઉધના વચ્ચે લોખંડનો સ્લીપર ટકરાયાની સૂચના મળતાં જ રેલવેના એન્જિનીયરીંગ વિભાગ સહિત આરપીએફ- પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ લોખંડનો સ્લીપર એન્જિન સાથે ભટકાઇને આશરે ૪૦થી ૫૦ મિટર સુધી ઘસડાયો હતો. પણ ટ્રેન ધીમી હોવાથી કશું અજુગતું બન્યું નહોતું. એન્જિન ડ્રાઇવર સોમાભાઇએ એક લોખંડનો પાટો અપલાઇન ઉપર બંને રેલ ઉ પર જોયો હતો. ટ્રેનની ગતિ ધીમી હોવાતી એન્જિનનાં ભાગે અથડાયો હતો. ટ્રેનને તત્કાળ રોકવામાં આવતા તે પાટો ટ્રેન નીચે આવી ગયો હતો. ગતરાત્રિ ૧-૧૦ કલાકે આ ઘટના બની હતી અને આ અંગે તત્કાળ રેલવેના સંબંધિત વિભાગોને જાણ કરાતા સૌ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ લોખંડનો પાટો એન્જિન સાથે અથડાઇને ઘસડાયો હોવાથી ટ્રેનના ઓએચઇ તથા એસ એન્ડ ટી વાયરને નુકસાન થયું હતું. આ પાટાને ડ્રાઇવર, ગાર્ડ, આરપીએફ, એન્જિનીયરીંગ સ્ટાફ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. પણ આ ઘટનાને કારણે ટ્રેન વીસ મિનિટ મોડી પડી હતી. અગાઉ સુરત-ઉતરાણ વચ્ચે લોખંડનો બાંકડો મુકાયો હતો આ અગાઉ ત્રણેક મહિના પહેલા સુરત અને ઉતરાણ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક ઉપર લોખંડનો બાંકડો મુકીને અહિંસા એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. ખૂબ જ થોડા દિવસોમાં આ બીજી ઘટના બની હોઇ, રેલવેના અધિકારીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ ઘટના સંબંધે સુરત રેલવે પોલીસમાં ઉધના સ્ટેશન માસ્તર રાકેશકુમારે અજાણ્યા વિરૂદ્ધ રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડીને યાત્રીઓ માટે જીવનું જોખમ ઉભું કરાયાની ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"