ગુજરાત મોડલની વાતો અને વકીલની જાહેરમાં હત્યા, જંગલરાજ તો નહીં કહેવાય ને?

0
15

જામનગર,
તા.૪/૫/૨૦૧૮

જામનગરમાં હાર્દિક પટેલે પોલીસ મથકમાં હાજરી પૂરાવી નિવેદન આપ્યું

જામનગરમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પોલીસ મથકમાં હાજરી પૂરાવી નિવેદન નોંધાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધુતારપર અને ધુડશીયામાં કરેલી જાહેરસભા સબબ પોલીસમાં આચારસંહીતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલ તથા અંકિત ઘાડીયા સામે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જામનગર તાલુકાના ધુતારપર અને ધુડશીયામાં યોજાયેલી જાહેરસભા સબબ મામલતદારે આચરસંહીતા ભંગ સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ ગુન્હામાં જામનગરના પંચકોશી એ ડીવીઝનમાં હાજરી પૂરાવા ગુરૂવારે હાર્દિક પટેલ સાંજે જામનગર આવ્યો હતો. તેમજ જામનગરના વકીલ કિરીટ જાશીની હત્યાને લઇને તેના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત મોડલની વાતો અને વકીલની જાહેરમાં હત્યા, આને જંગલરાજ તો નહીં કહેવાય ને?

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હાલ દેશ નહીં માત્ર એક પાર્ટી ચાલી રહી છે. જા તમે નહીં બોલો તો તમારે ચૂપ જ રહેવું પડશે. દેશની સતા ખોટા લોકોના હાથમાં છે. હું બોલીશ તો ભક્તો મને રોકશે અને સતાધીશો મને જેલમાં પૂરી દેશે. તેમજ ભાજપ બદનામ કરી દેશે. પરંતુ આ બધુ હું સહન કરીશ. દેશને બચાવવા માટે લડતો રહીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY