નવી લોકલ ટ્રેનની સુવિધા મળતા પાસ હોલ્ડરોમાં આનંદની લાગણી પ્રસરી

0
39

વલસાડ,
તા.૪/૫/૨૦૧૮

વલસાડના પાસ હોલ્ડરની વર્ષો જૂની નવી લોકલ ટ્રેનની માંગણી પૂર્ણ થઇ હતી. જેને લઈને વલસાડથી વાપી પાસ હોલ્ડરમાં આનંદની લાગણી પ્રસરી હતી.

વલસાડ થી વાપી અને ત્યાં થી અન્ય દમણ, સિલવાસ ,ઉમરગામ ભિલાડ રોજી રોટી માટે જનારા ખૂબ જ મોટી સંખ્યા માં મુસાફરો જે આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલા ૮ વાગ્યે વલસાડથી વાપી માટે જાય છે.જે લોકો છેલ્લા ૧૫ થી ૧૭ વર્ષથી આ સમય માં કોઈ લોકલ ટ્રેન મળે એવા વિચારો કરતા હતા. અને ૨૦૧૪ થી સંઘર્ષ બાદ ૪ વર્ષ બાદ સફળતા લોકલ ટ્રેન સ્વરૂપે વલસાડ ના પાસ હોલ્ડર ને મળી છે.જે ૦૪/૦૫/૨૦૧૮ થી સવારે ૭.૪૫ વલસાડથી ઉપાડી વાપી ૮.૧૫ પોહચશે. જે ખૂબ જ આંનદ ની વાત છે.

વર્ષોથી ઔદ્યોગિક નગરી વાપીમાં અને નજીકની ગામોમાં નોકરી અને ધંધા અંર્થે વલસાડ જિલ્લા ના અન્ય ગામોથી વાપી જતાં લોકો માટે સવારે ૭.૩૦ થી ૮.૩૦ વચ્ચે પેહલા ૩ ટ્રેન હતી. બિકાનેર એક્સપ્રેસ(૭.૨૦સવારે ), ભાવનગર એક્સપ્રેસ(૭.૪૦સવારે) અને કચ્છ એક્સપ્રેસ(૮.૧૦ સવારે) આ ટ્રેન માં મુસાફરો વહેચાઈ જતા હતા .જયારે ૨૦૧૪ માં બિકાનેર ને સવારે જલ્દી કરી નાખતા અને ભાવનગર સુપર ફાસ્ટ હોવાથી વલસાડ ના પાસ હોલ્ડર ની સમસ્યાનો વધારો થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY