દલિત કિશોરી પર સામુહિક દુષ્કર્મ બાદ ઢોર માર મારતા ખળભળાટ

0
47

આણંદ,
તા.૪/૫/૨૦૧૮

ઘટના બાદ દુષ્કર્મીઓ કિશોરીને ખાનગી હોસ્પટલમાં લઈને ગયા

આણંદ જિલ્લાના બોરસદમાં એક દલિત કિશોરી પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે કિશોરી પણ ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ ત્રણેય યુવકોએ સગીરાને માર માર્યો હતો. બળાત્કાર અને માર મારવાથી બેભાન બની ગયેલી કિશોરીને સારવાર માટે હોસ્પટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવકોએ કિશોરી સાથે અનેક વખત આણંદ શહેરના વિવિધ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર બળજબરી અને દુષ્કર્મથી કંટાળેલી કિશોરીએ વિરોધ કરતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ત્રણેય યુવકોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ઢોરમાર માર્યો હતો. ઢોરમારથી કિશોરી બેભાન થઈ ગઈ હતી. મારને કારણે કિશોરીને ઈજા પહોંચી હતી તેમજ માથાનું એક હાડકું તૂટી ગયું હતું. જેના બાદમાં ત્રણેય યુવકે તેને સારવાર માટે એક ખાનગી હોસ્પટલમાં લઈ ગયા હતા. પોલીસ કેસ બનતો હોવાથી ખાનગી હોસ્પટલના ડોક્ટરોએ સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો જેના બાદમાં ત્રણેય યુવકો કિશોરીને બીજી એક ખાનગી હોસ્પટલમાં લઈને ગયા હતા.

જાકે, બીજી હોસ્પટલના સંસાલકોએ પણ પોલીસને જાણ કરવાની વાત કરતા ત્રણેય યુવકોએ કિશોરીના માતાપિતાને ફોન કરીને તેની પુત્રીને અકસ્માત થયાનું જણાવ્યું હતું. કિશોરીના માતાપિતા હોસ્પટલ આવી પહોંચતા ત્રણેય યુવકો અહીંથી ફરાર થઈ ગયા હતા. હોસ્પટલ ખાતે કિશોરીના પિતાને શંકા જતા તેણે બોરસદ પોલીસને સંપર્ક કર્યો હતો અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધીને ત્રણેય યુવકોની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ પ્રમાણે કિશોરી ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. તેમજ ગત તારીખ ૧ મેના રોજ તે પોતાના ઘરેથી આણંદ જવા માટે નીકળી હતી. બાદમાં ગામના જ ત્રણેય યુવકોએ તેના પર દુષ્કર્મ કર્યું હતું. યુવતીના પિતાની ફરિયાદ પ્રમાણે તેઓ આરોપીને ઓળખ છે, તેઓ અવાર નવાર તેની પુત્રીને ધામ-ધમકી પણ આપતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY