નર તો ભમરો કહેવાય, સારા ફુલ સુંઘવા જાઇએ : કાકાજી

0
142

રાજકોટ,
તા.૪/૫/૨૦૧૮

પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ, સસરા અને કાકાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

શહેરમાં પરિણીતાઓ પર રોજ બરોજ ત્રાસના કિસ્સાઓ પોલીસે ચોપડે પહોંચતા હોય છે. આજે વધુ એક કિસ્સો પોલીસ સ્ટેશને આવ્યો હતો. જેમા નવ મહિના પહેલા જ લગ્ન થયેલી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, કાકાજી સામે ફરિયાદ લખાવી છે અને જણાવ્યું હતું કે, મને મારા પતિએ કોઇ દિવસ પત્નીની જેમ રાખી જ નથી. મેં મારા કાકાજીને કહ્યું હતું કે, પતિને સમજાવો પરસ્ત્રી સાથે સંબંધ હોય તેવું લાગે છે, તો તેણે કહ્યું નર તો ભમરો કહેવાય તેને સારા ફૂલ સુંઘવા જાઇએ, તારે સમજીને રહેવું પડશે.

ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં પિતાના ઘરે રહેતી મિનાક્ષી ચાંડ્યા(ઉ.૨૮)એ મહેશ ચાંડ્યા નામના વ્યક્તિ સાથે નવ મહિના પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ મિનાક્ષીએ સાસરિયા પક્ષ ત્રાસ આપવાની ફરિયાદ નોંધવામા આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજનગરમાં રહેતા પતિ મહેશ, સસરા કાનજીભાઇ સહિત કાકાજી વિરુધ્ધ ફરિયાદ કરી છે.

તેણે જણાવ્યું હતું કે, નવ મહિના પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન થયા હતા. વારંવાર સાસુ કહેતા મારા દીકરા પાસે સમય ન હોય તારે અમારી સાથે જ રહેવાનું છે. મારા પતિ ફોન અડવા નથી દેતા તેને પરસ્ત્રી સાથે સંબંધ હોય તેવું લાગે છે. વારંવાર મેણા ટોણાથી કંટાણી અંતે નવોઢા પોલીસ પાસે પહોંચી હતી. હાલ પોલીસે ફરિયાદને લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY