ચોટીલા પોલીસ દ્વારા દેશી દારૂ ,બે વાહનો સહિત કુલ રૂ. 19,78,200/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પડાયો

0
89

 

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશનના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઇન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ. આઇ.કે.શેખ તથા સ્ટાફના એ.એસ.આઇ. કેતનભાઈ હે.કો. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, દેવાભાઇ, અબ્દુલભાઈ પો.કોન્સ. સરદારસિંહ, વસંતભાઈ, શેખભાઈ, ચતુરભાઈ મયુરસિંહ, વિનુભાઈ, વિજયસિંહ, સહિતની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે ચોટીલા હાઇવે ઉપર એક ટવેરા ગાડી નં. GJ-14-T-1243 વાળી નીકળતા, તેને અટકાવવાની કોશિશ કરતા, પુર પાટ નીકળી જતા, તેનો ફિલ્મી ઢબે પીછો કરી, કાળાસર ગામની નિશાળ પાસે ગાડી મૂકી નાસવા જતા, આરોપી વિક્રમભાઈ વિહભાઈ પરાલીયા ને પકડી પાડેલા અને ગાડીની તલાસી કરતા, ટવેરા ગાડીમાં, જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂના બોટલ નંગ 360 કિંમત રૂ. 14,40000/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ડ્રાઇવર વિક્રમભાઈ વિહાભાઈ પરાલિયા ત.કોળી ઉવ. 22 રહે.હાલ રાજકોટ, છપ્પનિયા, શક્તિ સોસાયટી, શેરી નં. 07 મૂળ રહે. ગુંદા તા.ચોટીલાને પકડી પાડવામાં આવેલ છે…..

પકડાયેલ આરોપી ડ્રાઇવરની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપીએ કાંધાસર ગામની સીમમાં છત્રજીતભાઇ રવતુભાઈ કાઠી નાં ખેતરે કટિંગ થયેલ છે અને હાલે પણ ત્યાં ટ્રક પડેલ છે અને આ દારૂ વિનુભાઈ શીવાભાઇ પરાલીયા રહે. ગુંદા તા. ચોટીલાએ મંગાવેલ છે. એવી કબૂલાત આધારે હકીકત મળતા, સ્ટાફ સાથે કાંધાસાર ગામની સીમમાં છત્રજીતભાઇના ખેતરે રેઇડ કરતા, ટ્રક નંબર GJ 18 AU 8488 મળી આવેલ. જેની અંદર તપાસ કરતાં, વિદેશી દારૂની પેટીઓ દારૂ ભરેલ જોવામાં આવેલ. જે ગણી જોતાં, નાની મોટી પેટીઓ 277 તથા છુટી બોટલો નંગ 350 મળી કુલ બોટલો નંગ 6374 કિ. રૂ. 10,34,200/- તથા ટ્રક નં.જીજે 18 એ.યુ. 8488 મળી અવેલ….

આમ, ચોટીલા પોલીસ દ્વારા કુલ બે ગુન્હાઓ દાખલ કરી, વિદેશી દારૂ તથા બે વાહનો ટ્રવેરા તથા એક ટ્રક સહિત કુલ રૂ. 19,78,200/- નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવેલ છે…

પકડાયેલ વિદેશી દારૂ ને છુપાવવા માટે ધઉ કુંવળની ડાખળી ભરેલી થેલીઓની નીચે છુપાવીને લાવવામાં આવેલ હતો, પરંતુ ચોટીલા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે વિદેશી દારૂ પકડી પાડવામાં આવેલ હતો. આમ, બુટલેગરો દ્વારા ધઉંના કુંવળની ડાખળીઓની થેલીઓની નીચે છુપાવી વિદેશી દારૂ સૌરાષ્ટ્રમાં ઘુસાડવાનો કીમિયો અજમાવવામાં આવેલ હતો. પરંતુ, ચોટીલા પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોનો કારસો નિષ્ફળ બનાવવામાં આવેલ હતો…

ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? પકડાયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર વિશેષ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા તથા આ ગુન્હાના નાસી ગયેલ મુખ્ય સૂત્રધાર આરોપીઓ છત્રજીત રવતુભાઈ કાઠી તથા વિનુભાઈ શિવાભાઈ પરાલિયને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે…

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY