જામનગરના વકીલ કિરીટ જાશી હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

0
14

જામનગર,
તા.૯/૫/૨૦૧૮

જામનગરના વકિલ કિરીટ જાશીની હત્યા કેસની તપાસ રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો આદેશ કર્યો છે. ૨૯ એપ્રિલના રોજ જામનગરમાં જાણિતા વકીલ કિરીટ જાશીની હત્યા કરવામાં આવી હતી. શહેરના ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવર પાસે બાઇક પર આવેલા બે શખ્સો છરીના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. આ ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ હત્યા અંગે કિરીટભાઈના નાના ભાઈ અશોકભાઈ જાશીએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું છે કે કીરીટભાઈ ભૂમાફિયા સામે કેસ લડતા હતા. તેથી ભૂમાફિયા જયેશ પટેલે આ હત્યા કરાવી છે. મહત્વનું છે કે વકીલ કીરીટ જાશી ચકચારી ૧૦૦ કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડનો કેસ લડી રહ્યા હતાં. આ કેસમાં હજુ સુંધી કોઇ આરોપીની ધરપકડ થઇ નથી. જામનગરમાં ભૂમાફિયાઓનો મોટો ત્રાસ છે અને વકીલની હત્યાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા અને વકીલોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.

અગત્યની વાત એ છે કે કિરીટ જાશીની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે વકીલ કિરીટભાઈ જાશી પર જાહેરમાં બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સે છરી વડે હુમલો કરી રહ્યો હતો, જ્યારે રોડ પર લોકોની અને ગાડીઓની અવરજવર ચાલુ હતી પરંતુ તેમાંથી કોઈએ કિરીટભાઈનો બચાવ કર્યો નહતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY